News of Friday, 8th November 2024
ખંભાળીયામાં પૂ.જલારામબાપા જન્મજયંતીની ઉજવણી
અન્નકોટ, ધ્વજારોહણ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો : રઘુવંશી-લોહાણા સમાજ દ્વારા આયોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૮: ખંભાળીયામાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા આજે જલારામ બાપાની રરપ મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી આજે સવારથી જ થઇ હતી.
કાલે લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામ બાપાની ભવ્ય ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. તથા જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ અન્નક્ષેત્ર ખંભાળીયાના પ્રમુખ ધીરેનભાઇ બદીયાણી, ઉપપ્રમુખ ભાવેશભાઇ વિઠલાણી તથા ખજાનચી હિતેનભાઇ વિઠલાણી તથા અન્ય ટ્રસ્ટીઓ તથા રઘુવંશી અગ્રણીઓ દ્વારા જોધપુર ગેઇટ પાસેના જલારામ મંદીરે સવારે ૬.૩૦ થી ૧૦ વાગ્યા સુધી ભવ્ય અન્નકોટના દર્શન યોજાયા હતા. તથા સવારે ભવ્ય મહાઆરતી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોહાણા અગ્રણીઓ જ્ઞાતિજનો જોડાયા હતા.
સવારે ૯.૩૦ વાગ્યે જલારામ મંદીરે નુતન ધ્વજારોહણનો કાર્યક્રમ તથા બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ટ્રસ્ટીઓ ધીરેનભાઇ બદીયાણી, ભાવેશ વિઠલાણી, હિતેન વિઠલાણી તથા કિશોર ભાયાણી, વેપારી મિત્ર મંડળ પ્રમુખ જગુભાઇ રાયચુરા જોડાયા હતા.
સવારની મહાઆરતીમાં અન્નકોટના દર્શનમાં તથા નુતન ધ્વજારોહણમાં તથા વહેલી સવારના જલારામ બાપાની ૧૦૮ પરિક્રમા કરવા મોટી સંખ્યામાં ભાવીકો જોડાયા હતા. તથા મંદીરમાં દર્શન શણગાર થયો હતો. તથા રંગોળી દર્શન યોજાયા હતા.
સાંજે જલારામ બાપાની વિશેષ શોભાયાત્રામાં કે જેનું સંચાલન લોહાણા મહાજન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
