<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ભેસાણ પોલીસ સ્‍ટેશનમાં રજૂઆત કરવા પહોંચેલા શખ્‍સનો આપઘાતનો પ્રયાસ

બહાર જઈ ફરી પોલીસ સ્‍ટેશનને આવી ફિનાઈલના કોગળા કરતા સારવારમાં ખસેડાયો

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા.૮  :   ભેસાણ પોલીસ સ્‍ટેશન ખાતે ગુરુવારે સવારે ૧૦ વાગ્‍યાથી એએસઆઇ ક્રિષ્‍નાબા નાનુભા ચુડાસમા પોલીસ સ્‍ટેશન ઓફિસરની ફરજ પર હતા.

જ્‍યારે પીએસઆઇ એમ. એન. કાતરીયા તેમની ઓફિસમાં ગિરનાર પરિક્રમા બંદોબસ્‍તની સ્‍કીમ બનાવવા અને જરૂરી વ્‍યવસ્‍થા ઊભી કરવા અંગેની કામગીરી કરી રહ્યા હતા.

આ દરમિયાન સવારે ૧૧.૧૦ વાગ્‍યાના સુમારે ભેસાણ તાલુકાના ખારચીયા ગામના મહેશભાઈ નાથાભાઈ સોલંકી નામનો ઈસમ ઙ્કભાબેન અમરાભાઇ સોલંકી નામની મહિલાને લઈને અગાઉ કરેલ અરજી મુદ્દે રજૂઆત કરવા અને પીએસઆઇને મળવા આવ્‍યો હતો. પીએસઆઇ કાતરીયાએ રૂબરૂ સાંભળ્‍યા બાદ મહેશ સોલંકી પોલીસ સ્‍ટેશનની બહાર જતો રહ્યો હતો અને થોડીવાર બાદ અચાનક ફરી પોલીસ સ્‍ટેશનમાં આવી ફિનાઈલના કોગળા કરવા લાગતા તેને પોલીસ સ્‍ટાફે પકડી બેસાડી દીધો હતો પરંતુ જોર જોરથી બુમાબૂમ કરવા લાગતા પોલીસ વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

આ ઘટના અંગે પોલીસે મહેશ સોલંકી વિરુદ્ધ બૂમો પાડી પોલીસને સત્તાવાર ફરજ નિભાવવા ફરજ પાડવાના ઈરાદા સાથે આત્‍મહત્‍યાનનો પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

(2:11 PM IST)