News of Friday, 8th November 2024
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગરમાં: બેઠકોનો ધમધમાટ

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૮: રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ ત્રણ દિવસની મુલાકાતે સુરેન્દ્રનગરમાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરની કાયદો વ્યવસ્થા જાળવણી તેમજ અનેક મુદ્દાઓને લઈ અને ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લાના ડીવાયએસપી પીઆઇપીએસઆઇ સહિતના પોલીસ ખાતાના અધિકારીઓને ઉપસ્થિત રાખી અને કાયદો વ્યવસ્થા અંગેની ખાસ બેઠક યોજવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં પોલીસ તંત્રમાં પણ અચાનક જ આ રીતે ત્રણ દિવસનો પ્રોગ્રામ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ દ્વારા કરવામાં આવતા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે અને સુરેન્દ્રનગર શહેરી જનતા એવું પણ ઇચ્છી રહી છે કે પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર કરી અને બાવોસ અધિકારી તેમજ સારા એવા કર્મનિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરે તેવું સુરેન્દ્રનગર જીલ્લાવાસીઓ ઇચ્છી રહ્યા છે.(૨.૨૫)
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
