તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલોનો શણગાર
આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો : આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું

રાજકોટ તા.૯ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી રહ્યા છે. ત્યારે આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલોનો શણગાર કરાયો છે.
આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. પ્યોર સિલ્કના વાઘા 15 દિવસની મહેનતે વૃંદાવનમાં તૈયાર થયા છે. જેમાં પીળા સૂર્યમુખીના ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
