<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

જોડીયામાં શ્રી જલારામ મંદિરે પૂ. જલારામબાપા જન્‍મ જયંતીની ઉજવણી

 

વાંકાનેર :  જોડિયાધામમાં લોહાણા મહાજનવાડીમાં આવેલ શ્રી જલારામ મંદિર ખાતે પૂજ્‍ય બાપાના મંદિરનેં અનોખા લાઈટ ડેકરોશનથી સજાવટ કરવામાં આવેલ તેમજ જલારામ જ્‍યંતીની પૂર્વ સંધ્‍યાએં ગુરૂવારના રોજ દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી દર ગુરૂવારે બાપાની દીપમાળા સાથે મહાઆરતી પૂજારી શ્રી વિમલભાઈ દ્વારા કરવામાં આવે છ. આજરોજ પૂજ્‍ય સંત શિરોમણીશ્રી જલારામબાપાની ( ૨૨૫ મી જલારામ જ્‍યંતી ) નિમિતે પૂજય બાપાનું પૂજન અર્ચનવિધી લોહાણા મહાજનના પ્રમુખશ્રી પંકજભાઈ રાયમગિયા તથા જ્ઞાતિજનો દ્વારા સામુહિકમાં કરવામાં આવેલ હતુ તેમજ સાંજે ૬ : ૩૦ દીપમાળાની મહાઆરતી કરવામાં આવશે ત્‍યારબાદ લોહાણા જ્ઞાતિની નાત ( મહાપ્રસાદ ) રાખેલ છે. જે યાદી મંત્રી ભરતભાઈ ગણાત્રાએં જણાવેલ છે.

(11:13 AM IST)