<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

બગસરામાં ઝાંઝરીયા રોડ પર પાલિકાએ બનાવેલ ડ્રીલ વગરના નવા પુલ પરથી કાર એ ગોથું ખાધું

 

( સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૯ :  ઝાંઝરીયા રોડ પર પાલિકાએ બનાવેલ નવાપુલનું હમણાં ભાજપના નેતાઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જે પુલમાં ડ્રીલની વ્‍યવસ્‍થા નથી જેથી ફોરવીલ નો અકસ્‍માત સર્જાયો હતો અને તે ફોરવીલ પુલથી નીચે ગોથું ખાધું હતું ઊંધે માથે પડેલ ફોરવીલ અંદર બેઠેલ વ્‍યક્‍તિને  ઈજા પહોંચેલ હતી  આ બાબતે ચીફ ઓફિસરને પણ અનેક લોકોએ જાણ કરેલ છે આ ઉપરાંત પુલ પર નીચે ઉતરવા માટેનો ઢાળ નો રસ્‍તો ધૂળ નાખી અને કાચો બનાવી પુલ ની વાર્તા પૂરી કરી હતી  આ પુલ બન્‍યો તેને ઘણો સમય થયો પરંતુ પેટમાં પાણી પણ હલતું નથી અને હજુ બીજા અકસ્‍માતો થાય તેની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે.

(1:16 PM IST)