<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

લોધીકાના મોટાવડાના છાત્રને આપઘાત માટે મજબુર કરનાર આચાર્યની ધરપકડ

આચાર્ય સચીન વ્‍યાસને આજે કોર્ટમાં રજુ કરાશેઃ અન્‍ય બે શિક્ષીકાની શોધખોળ

રાજકોટ તા.૯: લોધીકાના મોટાવડા ગામના છાત્રને આપઘાત માટે મજબુર કરનાર સ્‍કુલના આચાર્યની મેટોડા જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે. જયારે અન્‍ય બે શિક્ષીકાની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મોટાવડાની હાઇસ્‍કુલમાં ધો.૧૧માં અભ્‍યાસ કરતા છાપરા ગામના છાત્ર ધ્રુવીલ વરૂએ આપઘાત કરી લીધો હતો અને આપઘાત પૂર્વે છાત્ર ધ્રુવીલે વિડીયો ઉતારી સ્‍યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે હાઇસ્‍કુલના ત્રણ શિક્ષકો સામે આરોપ કરતા મેટોડા જીઆઇડીસી પોલીસે હાઇસ્‍કુલના આચાર્ય સચિન વ્‍યાસ, શિક્ષીકા મોસમી શાહ, અને વિભુતી જોષી સામે છાત્રને આપઘાત માટે મજબુર કરવા સબબ ગુન્‍હો નોંધ્‍યો હતો.

આ ઘટનાને પગલે આચાર્ય તથા બંન્ને શિક્ષીકા ભૂર્ગભમાં ઉતરી ગયા હતા અને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા નામંજુર કરાઇ હતી. દરમ્‍યાન ફરાર હાઇસ્‍કુલનો આચાર્ય સચીન વ્‍યાસ રાજકોટ તેના પરિવારને મળવા આવતો હોવાની બાતમી મળતા મેટોડા જીઆઇડીસી પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લઇ ધરપકડ કરી હતી.

પકડાયેલ હાઇસ્‍કુલના આચાર્ય સચીન વ્‍યાસને આજે કોર્ટમાં રજુ કરનાર છે. તેમજ પોલીસ ફરાર અન્‍ય બે શિક્ષીકાની શોધખોળ હાથધરી છે. વધુ તપાસ મેટોડા જીઆઇડીસીના પી.આઇ. સંજય શર્મા ચલાવી રહયા છે.

(1:17 PM IST)