News of Saturday, 9th November 2024
કચ્છના નારાયણસરોવર નજીક રાજકોટ અને સુરતના પ્રવાસીઓની બે કાર વચ્ચે ટક્કરઃ ૭ ઇજાગ્રસ્ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૯: પ્રવાસ દરમ્યાન વાહનચાલકોની વધુ પડતી ઝડપ અને અજાણ્યા રસ્તાઓને કારણે ઉભી થતી મુશ્કેલી અકસ્માતનું કારણ બની શકે છે. કચ્છમાં રાજકોટ અને સુરતના પ્રવાસીઓની કાર સામસામે અથડાતા ૭ જણને ઈજાઓ પહોંચતાં પહેલાં દયાપર અને બાદમાં વધુ સારવાર માટે નખત્રાણા તેમ જ ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે. માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના રમેશભાઈ ભાયા ગજરીયા, વિપુલાબેન રમેશ ગજરીયા, આર્યા રમેશ ગજરીયા અને રામાભાઈ ખીમાને ઇજાઓ થઈ હતી. જ્યારે હાલે સુરત રહેતા મૂળ કચ્છના પાટીદાર પરિવારના નીરવ હિતેશ પટેલ તેમના પત્ની નિરાલીબેન તેમ જ જેનીશ નરેશ પટેલને ઈજાઓ થઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
