<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

જુનાગઢમાં પૂ.જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા

 

જુનાગઢઃ જલારામ જયંતિ નિમિતે પૂ.જલારામ બાપાની જયંતિ મહોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા પોસ્ટ ઓફીસ રોડ પર નવનિર્મિત થઇ રહેલા પૂ. જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઇ માતા મંદીરેથી ભવ્ય શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતુ઼. જેમાં લોહાણા મહાજન પ્રમુખ મહેદ્રભાઇ મશરૂ,  ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચા, પ્રો.પી.બી.ઉનડકટ, યતિનભાઇ કારીયા, પાર્થ કોટેચા,  દિપલ રૂપારેલીયા, હિમાંશુ કારીયા સહિત રઘુવંશી સમાજના ભાઇઓ-બહેનો જોડાયા હતા અને ડીજે સાથે વાજતે ગાજતે આ શોભાયાત્રા આઝાદ ચોક, એમ.જી.રોડ, કાળવાચોક, જયશ્રી રોડ, જલારામ સોસાયટી થઇ રોયલ પાર્ક ખાતે પુર્ણ થઇ હતી. સવારે ૧૦.૩૦ કલાકે માંગલ્ય પ્લોટ ખાતે જલારામ બાપાની ઝુંપડી સન્મુખ રરપ દિવડાની આરતી કરવામાં આવેલ. ત્યાર બાદ રઘુવંશી પરિવાર માટે જ્ઞાતિ ભોજન યોજાયું હતું. જેમાં રાજેન્દ્રભાઇ જોબનપુત્રા, જગદીશભાઇ જોબનપુત્રા સહિતના હાજર રહેલા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા

(1:59 PM IST)