હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેરાવળ સોમનાથ પ્રાંચીમાં પૂ.જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૯: વેરાવળ સોમનાથમાં સવારથી રઘુવંશી પરીવાર ના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખેલ હતા અને સમુહ ભોજન યોજાયેલ તેમાં હજારો રઘુવંશી પરીવારોએ પ્રસાદ લીધેલ હતો બપોરે ૩.૩૦ વાગ્યે મોટી શાક માર્કેટ પાસે આવેલ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળેલ હતી.
વેરાવળ શહેર જલારામમય બન્યું હતું લોહાણા મહાજન દ્વારા બપોરે લોહાણા મહાજન વંડીમાં સાંજે લોહાણા બોર્ડીંગમાં ભોજન પ્રસાદીનું વ્યવસ્થા કરાયેલ હતી તેમાં હજારો ભાઈઓ બહેનો જોડાયેલ હતા.જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળેલ હતી તેના ટ્રસ્ટી ભદ્દેશભાઈ દાવડા દ્વારા સુંદર વ્યવસ્થા કરાયેલ હતી આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટસ બનાવવામાં આવેલ હતા તેમજ ભવ્ય રથમાં જલારામ બાપાને બિરાજમાન કરેલ હતા શોભાયાત્રા ગાંધીરોડ, સુભાષ રોડ, સટા બજાર, લાઈબ્રેરી થઈને જલારામમંદિરે પરત ફરેલ હતી.
આ શોભાયાત્રામાં જીલ્લા કલેકટર દિગ્વિજયસિહ જાડેજા,ભાજપ સંગઠન મંત્રી ઝવેરભાઈ ઠકરાર પી.આઈ ગૌસ્વામી સહિત અનેક રાજકીય આગેવાનો વિવિધ સમાજના પ્રમુખો સહીત ભાઈઓ બહેનો જોડાયેલ હતી તેન અનેક જગ્યાએ રાસ લીધેલ હતા તેમજ યુવાનો દ્વારા ડીજેના તાલે ઝુમી ઉઠેલ હતા ફટાકડાની રમઝટ બોલાવેલ હતી આ શોભાયાત્રા નવા રામ મંદિર થઈ જલારામ મંદિરે પરત ફરેલ હતી.
ડાભોર રોડ ઉપર આવેલ જલારામ મંદિરે સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ૧૨ કલાક દર્શન અન્નકોટ તેમજ ભોજન પ્રસાદીનું આયોજન થયેલ હતું તેમાં પણ હજારો ભકતોજનોએ લાભ લીધો હતો.સોમનાથ લોહાણા મહાજન દ્વારા પણ બપોરે અને સાંજે સમુહ ભોજન પ્રસદીનું આયોજન કરાયેલ તેમજ લંડનથી આવેલ ધોબી પરીવાર દ્વારા જલારામ બાપાનું મંદિર રામરાખ ચોકમાં બંધાયેલ છે ત્યાંથી ભવ્ય શોભયાત્રા નિકળેલ હતી ગોરખમઢી.પ્રાંચી સહિત અનેક ગામોમાં ભાવભેર ઉજવણી થયેલ હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
