<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ખેડુતોની મુશ્કેલીઃ મગફળી તાત્કાલિક ઉપાડી ઘઉં વાવવા છે પરંતુ મજુર મળતા નથી

 

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૯: ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ખેતી કામની ભારે સીઝન ચાલી રહી છે ગામડામાં વહેલી સવારે અને મોડી સાંજ પછી જ માણસો દેખાય છે બાકી દિવસના ભાગે સૌ પોતપોતાના ખેતરમાં કારણ કે ખેતીકામ ઝડપથી પુરૃં કરવું છે પરંતુ કામ કરી આપે તેવા મજુરો મળતા નથી ખેડુતોની કેટલાક દિવસો માટે માઠી બેઠી છે.

સામાન્ય રીતે દર વર્ષે દિવાળી સુધીમાં ખેતરોમાંથી મગફળી ઉપડી ગઇ હોય છે અને દિવાળી પછીના ૧પ-ર૦ દિવસમાં ઘઉંનું વાવેતર થઇ ગયું હોય છે લગભગ વરસોનો આ ક્રમ છે.

પરંતુ આ વરસે કુદરતે આ વરસોનો ક્રમ ફેરવ્યો છે આ વરસે પુરા થયેલા ચોમાસા દરમિયાન વરસાદ લગભગ સો ઇંચનો આંકડો આંબી ગયો છે છેલ્લા છેલ્લા અરે નવરાત્રિ દરમિયાન ૩-૪ ઇંચ જેવો વરસાદ થઇ ગયો આથી સ્થિતિ એવી થઇ કે ખેતરો સુકાતા જ નથી ખેતરોમાં ગારો હોય તો અંદર જવું કેવી રીતે? અને મગફળીનો છોડવો ઉપાડવો કેવી રીતે? ગારો હોય અને છોડવો ઉપાડાય તો ડોડવા તેમાં રહી જાય.આ સ્થિતિ વચ્ચે જમીન સુકાવા દેવી પડે અને હવે જમીન સુકાય ગયેલી છે તો ખેતરોમાંથી મગફળી તાત્કાલીક ઉપાડી તેની જગ્યાએ ઘઉંનું વાવેતર કરવું છે અને સામાન્ય રીતે દર વરસે મગફળી ઉપાડવા માટે દાહોદ ગોધરા તરફના આદિવાસી મજુરો આવે છે અને આ કામ ઝડપથી પુરૃં કરી દે છે આવા મજુરો ઘણી મોટી સંખ્યામાં આવે છે આ વિસ્તારનું ભાગ્યેજ એવું કોઇ ગામ આ સમય દરમિયાન મળશે કે જયાં પ૦-૭પ જેટલા મજુરો આ કામ માટે આવ્યા ન હોય.

પરંતુ આ વરસથી સ્થિતિ કાંઇક અલગ છે દર વરસે કેટલી સંખ્યામાં આવા મજુરો આવતા તેટલા આ વરસે આવ્યા નથી અને આ બધું ઓછું હોય તમ દરેક ખેડુતને પોતાના ખેતરમાં ઉભેલી મગફળી તાત્કાલીક ઉપાડી ઘઉંના વાવેતર માટે ખેતર ખાલી કરવું છે જેથી બધા નાના-મોટા દરેક ખેડુતને ખેત મજુરની જરૂર છે. સામાન્ય સ્થિતિમાં આવા મજુરો ૩પ૦ થી ૪૦૦ રૂ. સુધીમાં મળી રહેતા તેના બદલે અત્યારે આવા મજુરોનો દૈનિક ભાવ ૬૦૦ રૂ. આસપાસ બે ટાઇમ ચા, બપોરના શાક અને છાશ મફતમાં આપવાના આ પરપ્રાંત જાતિ અત્યારે છે અને એ પણ નકકી કર્યા પછી આ મજુરો નકકી કરેલા દિવસે જે સમયે આવશે કે કેમ? તેની કોઇ બાંહેધરી નહિં હો!વળી એને કોઇ વધારે રકમ આપે તો ત્યાં જતા રહે અને અહિંયા જે તે ખેડુત રાહ જોઇને બેસી રહે.આવી સ્થિતિ છે આજે ખેડુતોની જો કે આ સ્થિતિ લાંબો સમય રહેવાની નથી મગફળી ઉપડી જાય અને ખેતરો સાફ થઇ જાય ત્યાં સુધીજ હો!

(1:59 PM IST)