News of Saturday, 9th November 2024
સોમનાથ નજીક સુરતના પરિવારની પાર્ક કરેલી કારમાં કાચ તોડી ૧.૭૦ લાખની માલમતાની ચોરી

વેરાવળ તા. ૯ : સુરત રહેતા ભાવેશભાઇ હિમંતભાઇ વાડદોરીયા ઉ.વ.૩૧ પરિવાર અને મિત્ર અલગ અલગ કારમાં આવેલ અને સોમનાથ મંદીરના દર્શન કરી બંન્ને કાર ત્રિવેણીઘાટ પાસે આવેલ આહિર સમાજની વંડીની બાજુમાં રોડની સાઇડ પર પાર્ક કરી સામાન કારમાં મુકી ત્રિવેણીઘાટ પાસે આવેલ સુર્યમંદીર ખાતે દર્શન કરવા ગયેલ અને દર્શન કરી પરત કરેલ કાર પાસે આવેલ અને જોએલ કે અલ્ટ્રોઝ કારનો પાછળનો જમણી સાઇડના દર વાજાનો કાચ તુટેલ હતો તેમજ ભાગીદાર કેતનભાઈ ની ક્રેટા કારનો જમણી બાજુના આગળનો કાચ તુટેલ હતો.
દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમે પર્સ કે જેમાં સોનાની કડલી જોડી-૧ તથા વીટી નંગ-૨ તથા બુટી જોડી-૧ મળી દાગીના વજન આશરે સાડા ત્રણ તોલા તથા નોકિયા મોબાઇલ મળી કિ.રૂ, ૧,૫૦,૫૦૦/- કિમંતી મુદામાલ તથા કેતનભાઇ કનુભાઇએ તેની ક્રેટા કાર નં Gj.05.RX-૧૯૫૮ ની માં રાખેલ પર્સ તથા થેલામાથી સોનાનુ પેન્ડલ સાથે ચેઇન વજન ૪ ગ્રામ કિ.રૂ. ૧૧,૦૦૦/-તથા ચાંદીની નાની વીટી કિ.રૂ. ૧૦૦૦/- મળી કિમત રૂ.૧૬,૦૦૦/- તથા રોકડા રૂ. ૭,૫૦૦/- તથા બંન્નેના કિમંતી દાગીના મળી કુલ કિ.રૂ. ૧,૭૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પ્ર.પાટણ પોલીસમાં કરતા પોલીસ એ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
