<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ગોંડલ યાર્ડમાં ૫૦ થી ૬૫ હજાર કટ્ટા ડુંગળીની આવક ૨૦ કિલોના ૪૦૦ થી ૧૦૦૦ રૂપિયા ભાવ મળ્‍યો

ગોંડલઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્‍કળ આવક થઈ છે.યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયાએ સમગ્ર માહીતી આપી હતી. ૫૦ થી ૬૫ હજાર કટ્ટાની આવક થઈ છે. ખેડૂતોને ૨૦ કિગ્રા ના આશરે ૪૦૦ થી ૧૦૦૦ બજાર ભાવ મળ્‍યા છે.રાજ્‍સ્‍થાન કર્ણાટક મધ્‍યપ્રદેશ સહિત અનેક રાજ્‍ય ના વેપારીઓ ખરીદી માટે યાર્ડ પહોચ્‍યા હતા.બજાર ભાવ સારા મળતા ખેડુતો ખુશખુશાલ થયા છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)

(2:49 PM IST)