હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગીર સોમનાથ જીલ્લામાં તહેવારોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઇ
ઉના, તાલાળા, દિવ, વેરાવળમાં યાત્રિકોના કારના કાચ ફોડીને ચોરી કરી'તી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા.૯ : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગેરકાયદેસર ઙ્કવળતિ જેવી કે લુંટ ચોરી વિગેરે કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હતી.
ના.પો.અધિ. વી.આર.ખેંગાર તથા ઉના ડીવીઝનના ના.પો.અધિ. એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ગીર સોમનાથ એલ.સી.બી. તથા જીલ્લાના અન્ય પો.સ્ટે. દ્વારા સોમનાથ પાસે આવેલ ત્રિવેણીઘાટ પાસે આહીર સમાજની વંડીની બાજુમાં રોડ ઉપર પાર્ક કરેલ ફોર વ્હીલ કાર ટાટા અલ્ટોઝ રજીનં.- જીજે-૫-આરએમ-૦૩૬૮ વાળીના કોઇ અજાણ્યા ઇસમે કાચ તોડી તેમાંથી સોનાના દાગીના રોકડ તથા મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.
ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, સી.સી.ટીવી કેમેરા, કેમેરા, ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સીસના આધારે પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા નરવણસિંહ ગોહિલ તથા ગોવિંદભાઈ વંશ તથા ભુપેન્દ્રસિંહ ચાવડા તથા મીસીંગ પર્સન સ્કોડના પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ નાઓને અમરેલી તરફ નાશી ગયેલની હકીકત મળતા અમરેલી પોલીસ નાઓ દ્વારા દામનગર પોલીસ પાસે રાઉન્ડ આપ કરાવી પ્ર.પાટણ પો.સ્ટે. ખાતે લાવી નીચે વિગત મુજબના ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે મહંમદ અકીલ સલીમભાઇ નુરમહમદ વોરા ઉ.વ.-૩૪, ધંધો. ડ્રાઇવીંગ, રહે. આણંદ, રેલ્વે ફાટક, અમીના મંજિલ, અંજુમનબેન વા/ઓ મહંમદઅકીલ સલીમભાઇ નુરમહમદ વોરા ઉ.વ.-૩૪, ધંધો.ઘરકામ, રહે, આણંદ, રેલ્વે ફાટક, અમીના મંજિલની ધરપકડ કરી છે.
પોલીસે સોનાના દાગીના કુલ કી.રૂ. ૩,૫૮,૫૦૦/- , ચાંદીના દાગીના કુલ કી.રૂ. ૫.૪૫૦, રોકડ રકમ રૂ. ૩૯૬૦૦, મોબાઇલ ફોન નંગ - ૦૪ કુલ કી.રૂ. કી.રૂ.૧૫૫૦૦/-, ફોર વ્હીલ ટોયોટા ઇનોવા કાર કી.રૂ.૩,૦૦,૦૦૦/-, કાળા કલરનું એરટેલ કંપનીનું વાઇફાય કી.રૂ.૫૦૦/-, કેમરા વાળી પેન -૦૧ કી.રૂ.૫૦૦/- કુલ મુદામાલ કી.રૂ. ૭,૨૦,૦૫૦ જપ્ત કરેલ છે.
ઉના ખાઉચરી ગલીમાં પુષ્પ ફરી કોમ્પલેક્ષમાં આવેલ નયનભાઇ રામજીભાઇ વકીલની ઓફીસમાં કોઇ અજાણી ભીક્ષાવળતિ કરનાર છોકરી ફરી.ની ઓફીસમાં પ્રવેશ કરી ઓફીસના ટેબલના ખાનામાં રહેલ રોકડ રકમ રૂ.૯૫,૦૦૦/- ની ચોરી કરી નાશી ગયેલ જે બાબતે ઉના પોસે. ગુરન- ૧૧૧૮૬૦૦૮૨૪૧૭૪૩/૨૦૨૪ બીએનએસ ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨), ૩૩૧(૩) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે અનુસંધાને,
એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, સી.સી.ટીવી કેમેરા, કેમેરા, ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સીસના આધારે પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ભુપેન્દ્રસિંહ ચાવડા પો. હેડ કોન્સ રાજુભાઇ ગઢીયા, ગોવિદસિહ વાળા, પ્રવિણભાઇ મોરી, પો.કોન્સ. વિજયસિંહ ચૌહાણ તથા રાહુલભાઇ છેલાણા તથા મહિલા પો કોન્સ કેવીબેન રામ નાઓને ટેકનિકલ એનાલીસીસ તથા હયુમન સોર્સીસ આધારે મળેલ માહીતી આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમોને ઉપરોકત ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે બચુભાઇ ઉર્ફે જાડી રમુભાજી ભદાભાઇ ચાડમીયા દેવીપુજક, ઉ.વ.૫૫, ધંધો વાળ વિણવાનો, રહે.હાલ- વીરપુર, રેલ્વે સ્ટેશન સામે, તા.વિરપુર , જિ.રાજકોટ. મુળ રહે. કાલાવડ, રણુજા ચોકડી, તા. કાલાવડ, જિ. જામનગર, સપનાબેન ડો/ઓ બચુભાઇ ઉર્ફે જાડો રમુભાઇ ચાડમીયા દેવીપુજક, ઉ.વ.-૨૩, ધંથી વાળ વિણવાનો, રહે સાલ- વીરપુર, રેલ્વે સ્ટેશન સામે, તા.વિરપુર, જિ.રાજકોટ, મુળ રહે. કાલાવડ, રણુજા ચોકડી, તા. કાલાવડ, જિ. જામનગરની ધરપકડ કરીને રોકડા રૂપિયા. કુલ કી.રૂા.૫૮૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા ગામના રહીશ શ્રી ભરતભાઇ ૨૦૨૪/૧૧/૦૭. હનુભાઇ સાંટીયા તથા તેમના મિત્ર રામભાઇ વાલાભાઇ જોગરાણા દિવ ખાતે ફરવા માટે આવેલ અને રાત્રીના સમયે દિવ જેટી દરીયા કાઠે બેઠા હતા તે દરમ્યાન અજાણ્યા બે છોકરાઓ તેમની પાસે આવેલ અને વાતો વલતો માથી મિત્રતા કેળવી રાત્રી રોકાણ માટે સસ્તા ભાવે હોટેલનો રૂમ જોતો હોય તો હોટેલવાળા તેમના ઓળખીતા હોવાનું જણાવી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં તેમની સાથે જતા આ અજાણ્યા છોકરાઓએ દિવથી બહાર નલીયા માંડવી ગામથી આગળ હોટેલ ફલેમીંગો વાળા રસ્તે અવાવરૂ જગ્યાએ લઇ જઇ રામભાઈ જોગરાણાના ગળા પર છરી રાખી આ કોઇની સગી નહી થાય તેવી ધમકી આપી ભરતભાઇ તથા રામભાઇ પાસેથી કુલ મોબાઇલ નંગ - ૦૩ તેમજ રોકડ રૂ.૧૧૦૦૦/- એમ કુલ રૂ.૩૩૦૦૦/- ની લુટ કરી ત્યાથી નાશી ગયેલ. આ લુટ બાબતે તપાસ તજવીજ શરૂ કરી નવાબંદર મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૩૨૪૦૯૧૩/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૧૧,૫૪, તથા જી.પી.એકટ કલમ - ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
જે અન્વયે નવાબંદર પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ. વી.કે.ઝાલા ની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડ તથા ટાઉન બીટના માણસોની અલગ - અલગ ટીમોએ પરેશ ઉર્ફે પાલો જજીણાભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે. ચાંચકવડ ગામ વાડી વિસ્તાર તા. ગીર સોમનિ સોમનાથ, વિશાલભાઈ પુનાભાઈ પરમાર ( વ.૨૦ રહે ઉના રામનગરના ખારામાં તા.ઉના જી.ગીર સોમનાથને કિ.રૂ.૫૧૫૦૦/- સાથે ઝડપી પાડેલ છે.
ગત તા.૨૫/૧૦/૨૦૨૪ બપોરના એક વાગ્યાથી તા.૨૬/૧૦/૨૦૨૪ ના રાત્રીના અગિયારેક વાગ્યા દરમ્યાન કોઇપણ વખતે ઘુસીયા ગામ પીપળવા રોડ ઉપર ફરીયાદીશ્રી અજયભાઇ હીરાભાઈ ચાંડેરા નાઓના પોતાના બંધ રહેણાક મકાનનું મકાનના દરવાજાના તાળુ તોડી ઘરમાં પ્રવેશી રૂમના કબાટમાંથી એક વીવો કંપનીનો સ્૨૦૪૦ મોબાઇલ કિ.રૂ.૧૫,૯૦૦/- તથા ગલ્લામાં આશરે રોકડ રૂપિયા ૫૫૦૦/- ગણી એમ કુલ કિ.રૂ.૨૧,૪૦૦/- તથા તાલાલા ટાઉનમાં ઇન્ડીયન પેટ્રોલ પંપ પાસે આવેલ ફરીયાદી કાનાભાઈ ભાણાભાઇ કેશવાલા નાઓની ગુરુકળપા નામની દુકાનું તાળુ તોડી દુકાનની અંદર રહેલ સ્ટીલની પેટીમાં રાખેલ આશરે રોકડ રૂપિયા ૧૧૦૦૦/- નુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ નાશી ગયેલ હતા. જેમાં શશીકાંતભાઇ ઓઘડભાઈ રામ ઉ.વ.૩૨ રહે. ઘુસીયા લીમડા ચોક, મુળ-વાવડી તા. સુત્રાપાડા જિ.ગીર સોમનાથ, ભરત ભાવગીરી અપારનાથી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. વેરાવળ ૮૦ ફુટ રોડ સ્વાદ રેસ્ટોરન્ટ વાળી ગલીમા સોમનાથ સોસાયટી તા.વેરાવળ જિ.ગીર સોમનાથને ઝડપી પાડેલ છે.
આ કામગીરી એલ.સી.બી., પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, તથા એલ.સી.બી. સ્ટાફ, પ્ર.પાટણ ઇ.ચા.પો.ઇન્સ. એન.બી. ચૌહાણ, તથા પો.સ્ટાફ તથા તાલાલા પો.સ્ટે. પો.ઇન્સ. જે.એન.ગઢવી તથા પો.સ્ટાફ તથા નવાબંદર મરીન ઇ.ચા.પો.ઈન્સ.વી.કે.ઝાલા તથા પો.સ્ટાફે કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
