<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

પોરબંદર રાજકોટ ટ્રેનના એક કોચમાં યુવક મૃત હાલતમાં મળી આવ્યો

મૃતકનું નામ પઠાણ સાજીદભાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે કે તેમની હત્યા થઇ છે તે અંગે કોઈપણ વિગતો બહાર આવી નથી

રાજકોટ: જેતપુર જેતલસર જંકશન પર ટ્રેનનાં ડબ્બામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતકનું નામ પઠાણ સાજીદભાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે કે તેમની હત્યા થઇ છે તે અંગે કોઈપણ વિગતો બહાર આવી નથી. હાલ મૃતદેહનો કબજો લઈને રેલવે પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકનું મોત કયા કારણોસર થયું તે અંગેની હકીકત સામે આવશે. હાલ જેતપુર જેતલસર જક્સન રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોરબંદર રાજકોટ ટ્રેનના એક કોચમાં યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેતલસર જક્સન ટ્રેન પહોંચતા પેસેન્જર દ્વારા રેલવે પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસે યુવકનો મૃતદેહનો કબ્જો લઈ જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું કારણ સામે આવી શકે છે.

આ મૃતકનું નામ પઠાણ સાજીદભાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક સાજીદભાઈ રાજકોટમાં હુસેની મસ્જિદ ભવાની ચોકમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. હાલ જેતપુર જેતલસર જંક્શન રેલવે પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:41 AM IST)