<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

ભાવનગર જિલ્લાના ભાજપ કાર્યકરે ભાઈના લગ્નની કંકોત્રીમાં છપાવ્યું 'બટોગે તો કટોગે'

કંકોત્રીમાં પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની તસવીરો પણ મૂકી :કંકોત્રીમાં 'સ્વચ્છતા અભિયાન' અને 'સ્વદેશી અપનાવો'નો સંદેશ પણ છપાવવામાં આવ્યો

ભાવનગર જિલ્લાના મહુવાના વાંગર ગામે લગ્ન પ્રસંગ ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં આ લગ્નની કંકોત્રીમાં અત્યારે ગાજી રહેલા 'બટોગે તો કટોગે'નું સુત્ર છપાવવામાં આવ્યું છે. આટલું જ નહીં, કંકોત્રીમાં નરેન્દ્રભાઈ મોદી અને યોગી આદિત્યનાથની તસવીરો પણ મૂકવામાં આવી છે.

હકીકતમાં મહુવા તાલુકાના વાંગર ગામે ભાજપના કાર્યકરના ઘરે આગામી 23 નવેમ્બરે લગ્ન પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. આ લગ્નની કંકોત્રીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું સુત્ર 'બટોગે તો કટોગે' છાપવામાં આવ્યું છે. આ સાથે જ કંકોત્રીમાં 'સ્વચ્છતા અભિયાન' અને 'સ્વદેશી અપનાવો'નો સંદેશ પણ છપાવવામાં આવ્યો છે.

 

આ અંગે ભાજપના કાર્યકરે જણાવ્યું કે, દરવર્ષે અમે કોઈના પણ લગ્ન હોય, તો લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના કોઈને કોઈ સુત્ર કંકોત્રીમાં છપાવતા હોઈએ છીએ. અત્યારે હિન્દુ સમાજ તૂટી રહ્યો છે. આથી વિખેરાઈ રહેલા હિન્દુ સમાજને એક કરવા માટે મને વિચાર આવતા મારા ભાઈના લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આપેલા સુત્ર 'બટોંગે તો કટોગે' મૂકવામાં આવ્યું છે. આ સુત્ર સાથે જ પીએમ  મોદી અને UP CM યોગી આદિત્યનાથની તસવીર પણ મૂકવામાં આવી છે.

જે લોકો વર્ષોથી હિન્દુ સમાજને એક કરવા કામ કરી રહ્યા છે, તો અમે કંકોત્રીના માધ્યમથી હિન્દુ સમાજ એક થાય તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ. અત્યારે હિન્દુ સમાજમાં ભાગલા પાડવા માટે જે પ્રકારના કાવતરા થઈ રહ્યા છે, ત્યારે આવી તાકાતોનો સામનો કરવા અને તેમને કંઈ કરી દેખાડવાનો આ અમારો પ્રયાસ છે.


 

(6:03 PM IST)