<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

કાલાવડમાં VHPના પ્રખંડ અધ્યક્ષ પર વિધર્મીનો હુમલો

અકસ્માતે ગાડી ટકરાતા વિધર્મીઓએ ટોળે વળી કર્યો હુમલો : ₹40,000ની માગણી કરી 3,000થી વધુની રકમની લૂંટ પણ કરી:પોલીસ સ્ટેશને જતા રસ્તામાં આંતરી વિધર્મીઓએ ત્રીપલ સવારીમાં સરા જાહેર માર માર્યો

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડમાં VHP ના પ્રખંડ અધ્યક્ષ પર વિધર્મીનો હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે 

મળતી વિગત મુજબ અકસ્માતે ગાડી ટકરાતા વિધર્મીઓએ ટોળે વળી હુમલો કર્યો હતો, અકસ્માત બાદ ₹40,000 ની માગણી કરી 3,000 થી વધુ ની રકમની લૂંટ પણ કરી હોવાનું જાણવા મળે છે
  વધુમાં પોલીસ સ્ટેશન એ જતા રસ્તામાં આંતરી વિદર્મીઓએ ત્રીપલ સવારીમાં સરા જાહેર માર માર્યો હોવાનું અને મરણ તોડ માર મારતા ઘાયલ રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલે  ખસેડાયા છે

  ઘટનાની જાણ થતા OG સહિત ઉચ્ચ પોલીસકર્મીઓ જી.જી. હોસ્પિટલ પહોંચ્યા છે
વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા છે, આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે (તસવીર કિંજલ કારસરીયા, જામનગર)



 

(7:44 PM IST)