હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમવારથી કચ્છ રણોત્સવનો પ્રારંભ:જાણો ટેન્ટ સિટીના ભાડાની કિંમત અને મુલાકાત લેવાના સ્થળોની વિગતો
પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રહેવાની મજા, કચ્છના મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય, પરંપરાગત ભોજન અને લોક સંસ્કૃતિનો આનંદ માણે છે:પ્રવાસીઓ કચ્છની કલા અને સંસ્કૃતિને જોવા માણવા વિશ્વભરથી મોટી સંખ્યામાં પહોંચે છે

અમદાવાદ :ગુજરાતના કચ્છમાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવે છે. ત્યારે આ વર્ષે પણ કચ્છમાં રણોત્સવનો પ્રારંભ 11 નવેમ્બરથી થઈ રહ્યો છે. જે 15 માર્ચ, 2025 સુધી ચાલશે.જાણો કચ્છ રણોત્સવ 2024 માટે ટેન્ટ સિટીના ભાડાની કિંમત અને મુલાકાત લેવાના સ્થળોની વિગતો આપવા જઈ રહ્યા છે.
કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રહેવાની મજા, કચ્છના મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય, પરંપરાગત ભોજન અને લોક સંસ્કૃતિનો આનંદ માણે છે. પ્રવાસીઓ કચ્છની કલા અને સંસ્કૃતિને જોવા માણવા વિશ્વભરથી મોટી સંખ્યામાં આવે છે. કચ્છના મીઠાના રણની આસપાસ રહેતા લોકો માટે રણોત્સવ આવકનો મુખ્ય સોર્સ છે.
કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટી બનાવવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના ટેન્ટ બનાવવામાં આવે છે. જેમાં પ્રવાસીઓને ફાઈવ સ્ટાર હોટેલ જેવો અનુભવ થાય છે.
નોન -એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું 5,500 રૂપિયા છે.ડીલક્સ એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું 7,500 રૂપિયા છે.પ્રીમિયમ ટેન્ટનું ભાડું 8,500 રૂપિયા છે.સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું 9,500 રૂપિયા છે.
તહેવારોની સિઝનમાં અહીં વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું 7,000 થી લઈને 11,500 રૂપિયા સુધી નક્કી કરાયું છે. ક્રિસમસ અને ન્યૂ યરના તહેવાર દરમિયાન એટલે કે 20 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ભાડું 8,500 થી શરૂ થઈને 13,000 રૂપિયા સુધી પહોંચે છે.
કચ્છમાં રણોત્સવ સિવાય તમે અનેક સ્થળે ફરી શકો છો. જેમાં માતાનો મઢ, વિજય વિલાસ પેલેસ, લખપતનો કિલ્લો, હમીરસર તળાવ, કોટેશ્વર મહાદેવ મંદિર, નારાયણ સરોવર, કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ, ભુજીયો ડુંગર, કાળો ડુંગર તેમજ માંડવીનો રમણીય દરિયા કિનારો શ્રેષ્ઠ ફરવા લાયક સ્થળો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
