હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અભદ્ર માંગણી કરતા પતિ સાથે મળીને મજૂરને મોતને ઘાટ ઉતાર્યો :લાશ અને મોબાઈલ નદીમાં ફેંકી દીધો
25 દિવસ પૂર્વે ગુમ થયેલા મજૂરની હત્યા થયાનું ખુલ્યું : બે આરોપીની ધરપકડ :મહિલાને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન

આજથી 25 દિવસ પૂર્વે ગુમ થયેલા મજૂરની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. જેમાં મૃતકે મહિલા પાસે બિભત્સ માંગણી કરતા તેણે પતિ સાથે મળીને મજૂરને મોતને ઘાટ ઉતારીને તેની લાશ અને મોબાઈલ નદીમાં ફેંકી દીધો હતો. જ્યારે બાઈકને કૂવામાં પધરાવીને પુરાવાનો નાશ કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મહિલાને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના તીર્થક પેપર મિલમાં રહી મજૂરી કામ કરતા કેકડિયાભાઈ માવી નામના મજૂર દ્વારા સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયાની પત્ની મેરિબાઈ પાસે અભદ્ર માગણી કરી હતી. આ બાબતે લાગી આવતા આરોપી સુરેશ બારીયાએ કેકડિયાને વાંકાનેરના અરણીટિંબામાં બોલાવ્યો હતો. જ્યાં સુરેશ તેની પત્ની મેરીબાઈ અને મનાભાઇ વસુનીયાએ કેકડીયાને ગળે ટૂંપો આપીને પતાવી દીધો હતો. જે બાદ મૃતકની લાશ અને મોબાઈલ ધોળકા લઈ જઈને નદીમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.
કેકડીયા ભાઈ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પુત્ર નાનકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પિતા ગુમ થયા હોવાની જાણ કરી હતી. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસને ધોળકા ખાતેથી કેકડીયા ભાઈની લાશ મળી હોવાની જાણ થતાં ઉંડી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકની હત્યા અરણીટીંબા ગામે થઈ હોવું સામે આવ્યું હતુ.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલા ફરિયાદીના પિતા કેકડીયાભાઈ માવી (ઉંમર 41)એ મારીબાઈ પાસે બિભત્સ માંગણી કરી હતી. જેથી ત્રણેય આરોપીઓએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ મહિલા પાસે નવું સીમકાર્ડ લાવીને તે નંબર પરથી કેકડીયાભાઇ માવીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસે ફોન કર્યો હતો. જે બાદ ત્યાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
મૃતક કાકડીયાભાઈ માવી 15/10/2024 થી ગુમ હતો. મોરબી તાલુકા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી તેની શોધખોળ દરમિયાન ગુમ થયેલા કાકડીયાભાઈના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ કાઢવામાં આવી હતી. અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
આથી પોલીસે જે નંબર પરથી આ કોલ આવ્યો તેની તપાસ શરૂ કરી. કાકડીયાભાઈને છેલ્લે જે લોકોના ફોન આવ્યા હતા તે મૃતકના પાડોશી હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ પોલીસને જાણ ન કરવા માટે મૃતકના પુત્રને તેના પિતાની શોધમાં મદદ કરી રહ્યા હતા. જોકે પોલીસને તેના પર શંકા જતા કડક પૂછપરછ કરી હતી. જેમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
