News of Monday, 11th November 2024
ઓનલાઈન શિષ્યવૃત્તિની તારીખ લંબાવવા સાવરકુંડલા એનએસયુઆઈની રજૂઆત

(ઈકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલા, તા. ૯ : સાવરકુંડલા એનએસયુઆઈના પ્રમુખ સાહિલ શેખએ ગુજરાત વિકસતી જાતિ કલ્યાણ અધિકારી અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ઓનલાઈન શિષ્યવૃત્તિની લંબાવવા માંગ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યુ છે કે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર ઓનલાઇન શિષ્યવળતિ નાં ફોર્મ ભરવામાં છેલ્લા ઘણા દિવસથી વેબસાઇટ ચાલતી નથી અને કોઈ પણ જાતના ફેરફાર પણ થઈ શકતા નથી તથા કોઈ પણ વિધાર્થીનાં મોબાઈલ પર ઓટીપી આવતા નથી અને દસ થી બાર જેટલા વિવિધ ડોકયુમેંટ સબમિટ દરમિયાન ઘણી વખત ચાલુ ફોર્મ માં વેબસાઈટ પર એરર આવી જાય છે અને કલાકો સુધી વિધાર્થીઓ ને રાહ જોવી પડતી હોય છે તો પણ ફોર્મ ભરી શકાતું નથી તેમ છતાં અંતિમ તા.૧૦/૧૧/૨૦૨૪ છે તો ઘણા વિધાર્થી શિષ્યવળતિનાં લાભથી વંચિત રહી જાય તેમ હોય તારીખમાં વધારો કરવામાં આવે અને જે ઓનલાઇન સિસ્ટમ રાખવામાં આવી હોય તેમાં વિધાર્થી ઝડપથી ફોર્મ ભરી શકે તેવા પ્રકાર નો સુધારો કરવામાં આવે અને ફોર્મ ભરવા માટે તારીખ વધારવા માંગ કરી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
