News of Monday, 11th November 2024
સેંકડો વર્ષોથી ચાલતી કોડીનાર રેલવે આઠ વર્ષથી બંધ
ગાયકવાડ સરકાર વખતની સુવિધા વર્તમાન સરકારે બંધ કરતા પ્રજામાં ભારે રોષ

કોડીનાર તા.૧૧ : કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને આઠ-આઠ વર્ષના વાહણા વહી ગયા અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે અનેક વખતની રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં નહીં લેવામાં આવતા આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠલાણી કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડીયા કોડીનાર તાલુકા ભાજપ ઙ્કમુખ ભગુભાઈ પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર સહિતના લોકોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક વિસ્તળત પત્ર પાઠવીને કોડીનાર તાલુકાની છેલ્લા આઠ વર્ષથી બંધ પડેલી રેલવે સુવિધા ફરી ચાલુ કરવા માંગણી કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે ગાયકવાડ સરકારના વખતથી કોડીનારમાં રેલવે સ્ટેશન આવેલું છે અને વર્ષોથી એક મીટર ગેજ ટ્રેન કોડીનાર આવતી -જાતી હતી પરંતુ આ ટ્રેન છેલ્લા આઠ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે કોડીનાર તાલુકો ગાયકવાડ સ્ટેટમાંથી અમરેલી જિલ્લામાં સમાવેશ કરાયો બાદ ભૌગોલિક રીતે જુનાગઢ જિલ્લા સાથે સંકળાયેલો હોય જુનાગઢ જિલ્લામાં સમાવેશ કરાયો અને બાદમાં ગીર સોમનાથ જિલ્લાની નવરચના થતા તેમાં કોડીનાર તાલુકાનો સમાવેશ કરાયો છે કોડીનાર તાલુકામાં અંબુજા સિમેન્ટ સીમરપોર્ટ અને કોસ્ટલ બેલ્ટ ઉપર અનેક ઉદ્યોગો આવી રહ્યા છે આ ઉપરાંત કોડીનાર તાલુકાના હજારો વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં અને દેશમાં અભ્યાસ માટે જતા આવતા હોય તેમને પણ આ રેલવે સુવિધા ચાલુ કરાય તો આ વિસ્તારની ઙ્કજાને લાભ મળી રહે તેમ છે.તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આવતા દિવસો માં રેલ્વે સુવિધા શરૂ કરવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાનું પણ વિચારણા ચાલી રહી છે ત્યારે વહેલી તકે કોડીનારની રેલવે સુવિધા ફરીથી ચાલુ કરાય તેવું આમ જનતા ઈચ્છી રહી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
