News of Monday, 11th November 2024
કોડીનારમાં હાઇવે ઉપર બે જંક્શનો ઉપર ફ્લાયઓવર ના હોવાના કારણે દરરોજ અકસ્માતો

કોડીનાર તા.૧૦ : કોડીનાર શહેર માંથી પસાર થતા સોમનાથ - ભાવનગર હાઇવે ઉપર ૬૭ ગામો ને જોડતા બે જંક્શનો ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ની અણઆવડત ના કારણે ફ્લાયઓવર બનાવવામાં ના આવતા આ બન્ને જંકશનો (ચાર ચોકડી ) ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકો નું જાનમાલ નું નુકશાન થઈ રહ્યું હોય આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ભાજપ ના અગ્રણી આગેવાનો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં પત્ર લખી રજૂઆત કરી છે.
પત્ર માં જણાવ્યા બાયપાસ રોડ ઉપર વડનગર ચોકડી અને રોનાજ ચોકડી ઉપર તાલુકાના અંદાજિત ૬૭ જેટલા ગામો ના લોકો તાલુકા મથકે આવતા જતા હોય આ બન્ને જંકશનો ચોકડી ભારે ટ્રાફિક થી ધમધમતા હોય ફ્લાયઓવર ની ખાસ જરૂરિયાત હોવા છતાં ફ્લાયઓવર ની સુવિધા આપવામાં આવેલ ના હોવાના કારણે દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકો નું જાનમાલ નું નુકશાન થઈ રહ્યું હોય આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં નિર્ભર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય નેશનલ હાઇવે માં આવતો આ બાયપાસ રોડ કોડીનાર તાલુકાના લોકો માટે અભીશ્રાપ રૂપ દેખાઈ રહ્યો હોય તાકીદે કાર્યવાહી કરી બન્ને ચોકડીઓ ઉપર ફ્લાયઓવર મૂકવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
હાઈવે ની કામગીરી છેલ્લા આઠ વર્ષથી ગોકળગાય ગતીએ ચાલી રહી છે હજુ ઘણી જગ્યાએ કામગીરી બાકી છે ત્યારે સોમનાથથી કોડીનારના વેળવા સુધીમાં ૬૦ કિલોમીટરની અંદર ત્રણ ટોલનાકા ચાલુ કરીને મોટી રકમની લૂંટ ચલાવી રહેલી આ હાઇવે ઓથોરિટી કંઈક માનવતા રાખે અન્યથા હવે જન આક્રોશ ફાટી નીકળે અને તેના રોષનું ભોગ બનવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
