<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

જોડીયા માર્કેટિંગ યાર્ડમા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

ધારાસભ્ય, જીલ્લા પ્રમુખ, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ઉપસ્થિત : એક દિવસ મા 100 ખેડુતો ને બોલાવા મા આવશે

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૧૧ :જોડીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદી નો પ્રારંભ જોડીયા સેન્ટર ખાતે લખતર ખેત ઉત્પાદન ખરીદી વેચાણ સહકારી મંડળી આજ થી ટેકાના ભાવે મગફળી નો પ્રારંભ કરતા ૭૬ કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, દિલીપભાઈ ભોજાણી, અભિષેશભાઈ પટવા, જોડીયા તાલુકા પંચાયત તથા જોડીયા યાર્ડ ના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. 

      આજ થી સરકાર દ્રારા ટેકા ભાવે મગફળી ખરીદી નો પ્રારંભ કરાવ્યો મગફળી ટેકા ના ભાવ એક મણ ના રુ ૧૩૫૬.૬૦ ના ભાવ અને સરકારની દ્રારા ટેકા ભાવે મગફળી એક ખેડુત પાસે થી એક વિધા ની ૨૦ મણ અને એક ખેડુત પાસે થી વધુ મા વધુ ૨૦૦ મણ સુધી ની ખરીદી કરવામાં આવશે એક દિવસ મા ૧૦૦ ખેડુતો ને ફોન કરી જાણ કરવા મા આવે છે. જે ખેડુતોએ રજીસ્ટ્રેશન કર્યૂ હશે તેમને જ ખરીદી કરવા મા આવ છે.અને જેમનો વારો હશે તેમને જ આવવા નુ રહે છે. તેવુ યાદી જણાવેલ છે.

(11:06 AM IST)