<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

વાંકાનેરમાં કેશરીદેવસિંહ ઝાલા- એઇમ્‍સ હોસ્‍પિટલ દ્વારા નિદાન કેમ્‍પમાં ૩૦૦૦ દર્દીઓએ લાભ લીધો

તમામ દર્દીઓને એકસ-રે, નિદાન, અને દવાઓનું વિનામુલ્‍યે વિતરણઃ ગંભીર રોગના દર્દીઓને પણ નિદાન- સારવાર

(લિતેશ ચંદારાણા- મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૧: વાંકાનેરમાં રવિવારે સવારે સરકારી હોસ્‍પિટલ ખાતે એઇમ્‍સના ડોકટરો દ્વારા અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા યોજાયેલા સર્વરોગ ફ્રી નિદાન કેમ્‍પમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી. સાથે બ્‍લડ ડોનેશનનું પણ આયોજન કરાયું હતું.

આવેલા તમામ દર્દીઓને એકસ-રે નિદાન તથા દવાઓ પણ વિના મુલ્‍યે આપવામાં આવી હતી. જેનો ૩ હજાર દર્દીઓએ લાભ લીધો હતો. સાથે વાંકાનેર સરકારી ડોકટરો, સ્‍ટાફ તથા પ્રાઇવેટ ડોકટરોમાં મુમતાઝબેન શેરસીયા, ડો.મસાકપુત્રા, એમડી. ડો.ઝાલા સહિતનાઓએ સાથે મળીને ગંભીર દર્દીઓને નિદાન- સારવાર આપી હતી. આ સફળ કેમ્‍પ આયોજનના મુખ્‍ય પ્રણેતા મહારાજા- સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ એમ્‍સની સેવાઓ વિષે વિસ્‍તૃત માહિતીઓ આપી હતી.

ચેમ્‍બર ઓફ કોર્મસ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ બી. પટેલ, કેન્‍દ્રની રેલ્‍વે કમીટી મેમ્‍બર શ્રી પ્રદિપભાઇ કે. મહેતા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, કલેકટર કે.બી. ઝવેરી, ટંકારાના ધારાસભ્‍ય દુલ્લભજીભાઇ દેથરીયા, ડી.ડી.ઓ.શ્રી પ્રજાપતિ, જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, જીલ્લા આરોગ્‍ય અધિકારી ડી.બી. મહેતા, પ્રાંત અધિકારી ડો.વી.ડી. સાકરીયા, ડીવાએસપી સમીરભાઇ સારડા, મામલતદાર કે.વી સાનીયા, તાલુકા ટીડીઓ રીઝવાનભાઇ, ચીફઓ ગિરીશભાઇ સરૈયા, જીલ્લા પંચાયત આરોગ્‍ય સમીતી ચેરમેન, ડો.કુલદીપભાઇ (એમ્‍સ રાજકોટ), ડો.ઉત્‍સવ પારેખ, ડો.પ્રત્રિકભાઇ આચાર્ય (સુપ્રીટેંડન્‍ટ- વાંકાનેર), ડો.આરીફ શેરસીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, તા.પં.પ્રમુખ હરૂભા ઝાલા, સહિત સંતો-મહંતો, વાંકાનેર લેબોરેટરી એસો.ના હોદેદારો, વિવિધ સામાજીક સંસ્‍થાના અગ્રણીઓ, દાતાશ્રીઓ, કાર્યકરો સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ કેમ્‍પમાં વાંકાનેર સીટી પોલીસના પી.આઇ. વી.એચ. ઘેલા મેડમ તથા પી.એસ.આઇ. ડી.વી. કાનાણી મેડમ તથા પોલીસ જી.આર.ડી. જવાનો દ્વારા સુંદર બંદોબસ્‍ત જાળવી રાખેલ હતો. આ તકોે સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા પોલીસ પરિવારનો પણ આભાર વ્‍યકત કર્યો હતો.

વાંકાનેર પંથકના લોકો માટેનું મુખ્‍ય આરોગ્‍યનું કેન્‍દ્ર એવું આજનું વાંકાનેર સિવિલ હોસ્‍પિટલ કે જેનું મૂળ નામ વિલિંગ્‍ડન હોસ્‍પિટલ છે. વાંકાનેરના રાજ સમય માં લોર્ડ વિલિંગ્‍ડન ના સ્‍થાનકીય માં પ્રજાવત્‍સલ્‍ય મહારાણા રાજ સાહેબ અમરસિંહજી બાપુની લાંબી દૂર દષ્ટિ અને તેમના ઉત્‍કળષ્ટ આયોજનથી આ હોસ્‍પિટલનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું કે જે તે સમયમાં વાંકાનેરના લોકોનું સુખાકારીનું કારણ બન્‍યું હતું અને આજે પણ વાંકાનેર શહેર અને તાલુકાના ૧૦૨ ગામને આરોગ્‍ય સેવાની સંપૂર્ણ તકેદારી પૂરી પાડે છે. અને આજે આટલા વર્ષો પછી મહારાણા રાજ સાહેબ અમરસિંહજી બાપુના વંશજ અને પ્રજાવત્‍સલ્‍ય રાજવી પરીવારના મોભી એવા મહારાણા રાજ સાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા જેમની નિમણૂક કેન્‍દ્ર સરકારએ રાજ્‍યસભા સાંસદની સાથે રાજકોટ એઈમ્‍સના સભ્‍ય તરીકે કરવામાં આવી છે તેવામાં એઈમ્‍સ હોસ્‍પિટલ કે જે આરોગ્‍ય માટેનું સર્વ શ્રેષ્ઠ કેન્‍દ્ર છે.

ભારત દેશના આરોગ્‍ય અંગેની ગૌરવવંતી અને સર્વોચ્‍ચ સંસ્‍થા ‘‘ઓલ ઈન્‍ડીયા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સ'' AIIMS દ્વારા ગુજરાતમાં સર્વ પ્રથમ રાજકોટ મુકામે એઇમ્‍સ હોસ્‍પિટલ ગત વર્ષે ભારતના માન. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના હસ્‍તે શરૂ કરવામાં આવેલ તેમજ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા રાજકોટની એઇમ્‍સ હોસ્‍પિટલની કમીટી બનાવવામાં આવેલ છે આ કમીટીમાં વાંકાનેરના રાજવી અને રાજ્‍યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની એઇમ્‍સ હોસ્‍પિટલ રાજકોટ માં સભ્‍ય પદે નિમણૂક કરવામાં આવેલ છે. ત્‍યારે સૌરાષ્‍ટ્રના જરૂરીયારમંદ દર્દીઓને ઉતમ પ્રકારની તબીબી સારવાર મળી રહે તેવા શુભ આશયથી મોરબી જિલ્લા તેમજ વાંકાનેર અને આજુબાજુના જરૂરીયારમંદ દર્દીઓ લાભં લઈ શકે તે માટે સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના પ્રયાસ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલના નિષ્‍ણાંત ડોકટરો દ્વારા વાંકાનેરના સરકારી હોસ્‍પિટલ ખાતે નિઃશુલ્‍ક મેગા મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતું.

સફળ બનાવવામાં એઈમ્‍સ હોસ્‍પિટલ રાજકોટના નિષ્‍ણાંત ડોકટરો તથા સરકારી હોસ્‍પિટલ વાંકાનેર, ઈન્‍ડીયન મેડીકલ એશોસીએશન વાંકાનેર, લેબોરેટરી એશોસીએશન વાંકાનેર, રોગી કલ્‍યાણ સમિતિ સિવિલ હોસ્‍પિટલ વાંકાનેર અને તેમની ટીમ, મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકા સરકારી તંત્ર, વિવિધ સામાજીક સંસ્‍થાઓ, દાતાશ્રીઓ, અને વાંકાનેર શહેર તેમજ તાલુકા ભાજપના અનેક કાર્યકરોએ તનતોડ મહેનત કરેલ છે. ત્‍યારે આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ સર્વેનો આભાર વ્‍યકત કર્યો હતો

(11:22 AM IST)