News of Monday, 11th November 2024
થાનગઢ ટ્રીપલ મર્ડરનાં મુખ્ય બે આરોપીઓને પકડી પાડી જાહેરમાં કરાઇ સરભરા
ખાખીની ધસાતી ધાક બેસાડવા સિંઘમ સ્ટાઇલ પોલીસે અપનાવી : પતિ પત્ની ઔર વો (પ્રેમી) નાં જંગ મા પ્રેમી અને તેના માતા પિતાની હત્યાં નિપજાવેલ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૧૧ :.. થાનગઢ નજીકનાં સારસાણા ની સીમમાં પ્રેમ પ્રકરણમાં ગત બુધવારનાં રોજ ત્રણ શખ્સો અને તેના સાગરીતો એ મળી નિદ્રાધીન પરિવાર ઉપર છરી, લાકડી વડે હુમલો કરી મહિલા સહિત ત્રણ વ્યક્તિ ની હત્યાં ના ગુના ના મુખ્ય બે આરોપીઓ ને રવિવારના પકડી પાડી પાડી જાહેરમાં સરભરા કરી હતી
ટ્રીપલ હત્યાકાંડ અંગે વિગત આપતા ડીવાયએસપી વિશાલ રબારી એ જણાવ્યું હતું કે પતિ ને છોડી ને સંગીતાબેન એ તેના ઙ્કેમિ સાથે મૈત્રી કરાર કરી લીવ ઇન મા છેલ્લા પાંચ મહિનાથી ચોટીલાનાં સુરૈઇ ગામે રહેતા જેઓ સારસાણા નજીક ભાગમાં વાડી વાવતા હાલનાં સાસુ સસરા ને ત્યાં દિવાળીની ઉજવણી કરવા આવેલ જે અંગે તેના પતિ ને જાણ થતા તેણે તેના કાકા સંગીતાનાં ભાઇ તેમજ અન્ય સાગરીતો સાથે કાવતરૂ રચી હુમલો કરી બજાણીયા ભાવેશ તેના પિતા ઘુઘાભાઇ તેમજ માતા મંજુબેન ને ગંભીર ઈજાઓ પહોચાડી ત્રણ ની હત્યા નિપજાવેલ જે ગુનામાં મુખ્ય આરોપી એવા પૂર્વ પતિ એવા મનડાસરનો દિનેશ નાનજીભાઇ સાપરા તેમજ સંગીતાનાં ભાઇ દિનેશ સુખાભાઇ સાબળીયા રે વરમાધાર વાળા ને ગામ ની સીમ માંથી પકડી પાડેલ હતા.
ત્રણ ત્રણ હત્યા અંગે કોઇ પણ અફસોસ વગર આરોપીઓએ કબુલાત કરેલ કે પોતાની પત્ની સાથે પ્રેમી આવેલ હોવાનું જોઇ જતા ચડેલા ખુન્નસ અને ઉશ્કેરાટ ને કારણે ખુની હુમલો કરેલ હતો મળતકના સમાજનો ઉગ્ર રોષ અને જિલ્લાની ઙ્કજામાં લુખ્ખાગીરી ને કારણે ખાખી ની ઢીલી પડતી ધાક ને ફરી ગુંડાગીરીમાં સબક સમી ધાક બેસાડવા પોલીસ અધિકારીઓ એ સિંઘમ સ્ટાઇલ અપનાવી આરોપીઓને થાનગઢ ની મુખ્ય બજારમાં જાહેરમાં ગુનેગારની સરભરા નિહાળવા લોકોનાં ટોળા ઉમટયા હતા. (પ-૧પ)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
