News of Monday, 11th November 2024
દીકરીના આપઘાતના આઘાતથી માંગરોળના શાપુરનાં વળદ્ધની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
બીમારીથી કંટાળી મુંડીયા રાવણી ગામના વળદ્ધનો એસિડ પી આપઘાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧ : દીકરીના આપઘાતના આઘાતથી માંગરોળના શાપુરનાં વળદ્ધે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
માંગરોળ તાલુકાના શાપુર ગામે દલિતવાસમાં રહેતા ૫૬ વર્ષના લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કર્યો હતો. જેના ટેન્શનના કારણે ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બારામાં માંગરોળ મરીન પોલીસે મળતકના પુત્રનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આપઘાત
વિસાવદર તાલુકાના મુંડીયા રાવણી ગામના ૬૫ વર્ષના મધુભાઈ જેરામભાઈ સરવૈયાને છેલ્લા ૧૫ વર્ષથી ડાયાબિટીસની બીમારી હોય અને થોડા સમય પહેલા પિતાશયની પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. આ બીમારીથી કંટાળી જઈને વળદ્ધે તા. ૮ નવેમ્બરના રોજ એસિડ પી જઈને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભિક્ષુકનું મોત
જૂનાગઢમાં કાળવા ચોક પાસે પુલ નજીક અજાણ્યા ભિક્ષુક જેવા ૫૦ વર્ષના પુરુષનું કોઈપણ કારણસર બીમારીથી મળત્યુ થયાની જાણ દીનદયાળ નગરમાં રહેતા સાગરભાઇ સોલંકીએ કરતા પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
