<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કાલે ગોંડલમાં ગીતાબા - જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા તુલસીવિવાહઃ ભવ્‍ય લોકડાયરો

ભુપેન્‍દ્રભાઇ પટેલ, કેન્‍દ્રીય મંત્રી, રાજયના મંત્રીઓ, સંતો-મહંતો હાજરી આપશેઃ વાછરા ગામથી જાન આવશે

ગોંડલ : કાલે ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા તુલસીવિવાહનું ભવ્‍ય આયોજન કરાયું છે જેની માહિતી તેના સુપુત્ર ગણેશભાઇ જાડેજા દ્વારા આપવામાં આવી હતી જે તસ્‍વીરમા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૧ : ગોંડલ ખાતે ધારાસભ્‍ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા તથા ગણેશભાઈ જાડેજા પરીવાર દ્વારા ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહ નો અલૌકિક અવસર તા.૧૨ મંગળવાર નાં યોજાનાર છે.તુલશી વિવાહ નાં ગોંડલ માં ઐતિહાસિક અને અજોડ વિવાહ માં મુખ્‍યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ સહિત સંતો મહંતો મહેમાન થનારા હોય અનેરો માહોલ સર્જાયો છે.

આ પ્રસંગે તા.૧૨ સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાનનું આગમન થશે.કોલેજચોક થી શણગારેલા હાથી,ઘોડા,ઉંટ,બગી,અને રથ,ભજન તથા રાસ મંડળીઓ અને હજારો લોકોની હાજરી સાથે જાન આશાપુરા રોડ,અક્ષરધામ સોસાયટી સ્‍થિત ધારાસભ્‍ય નાં નિવાસસ્‍થાન ‘ગીતાવીલા' ખાતે પંહોચશે.જ્‍યાં સાંજે ૬.૩૦ કલાકે હસ્‍તમેળાપ સાથે શાલીગ્રામ ભગવાન અને ભગવતી તુલશીમાતા નો વિવાહ ધામધૂમપૂર્વક સંપ્‍પન થશે.તુલશીમાતા નાં માવતર ધારાસભ્‍ય નાં પુત્ર જ્‍યોતિરાદિત્‍યસિંહ (ગણેશભાઈ)તથા તેમના ધર્મપત્‍ની રાજલક્ષ્મીબા બન્‍યાં છે.

જયરાજસિહ પરીવાર દ્વારા જ્‍યારે ઐતિહાસિક લગ્નોત્‍સવ ઉત્‍સવ ઉજવાયી રહ્યો છે ત્‍યારે કોલેજચોક, સંગ્રામસિંહ હાઈસ્‍કૂલ મેદાન તથા કોલેજચોક થી ધારાસભ્‍ય નાં નિવાસસ્‍થાન સુધીનો રાજમાર્ગ ને રંગબેરંગી રોશની તથા આકર્ષક કમાનો થી શણગાર કરાયો છે.

બીજી બાજું સમસ્‍ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવશે.શાલીગ્રામ ભગવાન ની જાન વાછરા રામજીમંદિરે થી બપોરે અઢી ત્રણ કલાકે પ્રસ્‍થાન થશે. જાન માં અંદાજે ચાર હજાર લોકો હરખભેર જાનૈયા બનશે.વાછરા નાં સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાન નાં માવતર બન્‍યા છે.તા.૧૨ મંગળવાર બપોરે તુલશીવિવાહ ને અનુલક્ષી ને વાછરા,ખાંડાધાર અને ઘોઘાવદર ગામ નો ધુમાડાબંધ  ભોજન સમારોહ વાછરા રખાયો છે.તુલશીવિવાહ માં જ્‍યારે વાછરા થી જાન જનારી હોય ગામનાં રામજીમંદિર ચોક અને બજારો ને આકર્ષક કમાનો અને રોશની થી શણગાર કરાયો છે.લગ્નોત્‍સવ ને લઈ ને આજે સોમવારે રાત્રે આઠ કલાકે વાછરા  રામજીમંદિર ચોક માં મોડી રાત સુધી રાસ ની રમજટ બોલશે.

ગોંડલ ગીતાવીલા ખાતે વિવાહ સંપન્‍ન થયા બાદ   રીવર સાઇડ પેલેસ ખાતે ભોજન

 સમારોહ નું આયોજન કરાયુ છે.જેમા અંદાજે પચ્‍ચીસ હજાર લોકો ભોજન લેશે તેવો અંદાજ છે.આ પ્રસંગે રાત્રે કોલેજચોક, સંગ્રામસિંહ હાઈસ્‍કૂલ નાં મેદાન માં લોકડાયરા નું આયોજન કરાયું છે.

લગ્નોત્‍સવ માં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ,કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,રાજ્‍ય નાં ગળહમંત્રી હર્ષ સંઘવી,કેબીનેટ મંત્રીઓ કુવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રુપાણી, ગુજરાત સરકાર નાં ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા,સાંસદ પરસોતમભાઈ રુપાલા,પુનમબેન માડમ,રામભાઈ મોકરીયા સહિત ઉપસ્‍થિત રહી જાન નાં પ્રોશેસનમાં  જોડાનાર છે.અજોડ કહી શકાય તેવા લગ્નોત્‍સવ ને સફળ બનાવવાં આયોજન નાં ‘માસ્‍ટર' ગણાતાં અગ્રણી અશોકભાઈ પીપળીયા ની આગેવાની હેઠળ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્‍દ્રસિંહ (પિન્‍ટુભાઈ)ચુડાસમા, પ્રફુલભાઈ ટોળીયા,સમીરભાઈ કોટડીયા સહિત હજારો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

ગોંડલ માં પ્રથમવાર જ તુલશીવિવાહ નું ભવ્‍ય અને અદકેરું આયોજન કરાયુ હોય શહેરભર માં ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

(3:28 PM IST)