News of Monday, 11th November 2024
બામણબોરના ગારીડામાં ઢગા મહેશ બાવાજીએ ઘરમાં ઘુસી છાત્રા પર નિર્લજ્જ હુમલો કર્યો, માથે જતાં ખૂનની ધમકી
માતા-પિતા સહિતના સ્વજનો વાડીએ ઘઉની વાવણી માટે ગયા ત્યારે ધોરણ-૧૨માં ભણતી બાળા ઘરે એકલી હતીઃ એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને દબોચી લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૧૧: બામણબોર નજીકના ગારીડા ગામે રહેતાં બાવાજી શખ્સે એક ઘરમાં ઘુસી ઘરે ધોરણ-૧૨માં અભ્યાસ કરતી છાત્રા એકલી હોઇ તેની પાસે બિભત્સ માંગણી કરી ગાળો દઇ હાથ પકડી પોતાની તરફ ખેંચતા છાત્રાએ દેકારો મચાવતાં આ શખ્સે રાડો પાડીશ તો મારી નાખીશ તેમ કહી ધમકી દેતાં અને નિર્લજ્જ હુમલો કરતાં તે વખતે જ દેકારો સાંભળી નજીકમાં રહેતાં સગા દોડી આવતાં આ ઢગો પાછળના દરવાજેથી ભાગી ગયો હતો. પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવમાં એરપોર્ટ પોલીસે રાજકોટના ગારીડા ગામે રહેતાં ૩૫ વર્ષના મહિલાની ફરિયાદ પરથી તેના જ ગામના મહેશ ગોૈરીદાસભાઇ બાવાજી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
મહિલાએ પોલીસ ફરિયાદમા ંજણાવ્યું છે કે મારે છ સંતાન છે. જેમાં એક દિકરીની ઉમર ૧૬ વર્ષની છે. પતિ અને હું મજુરી કરી ગુજરાન ચલાવીએ છીએ. રવિવારે સવારે આઠેક વાગ્યે હું મારી બીજી દિકરીઓ, પુત્ર અને પતિ એમ બધા ખેતરે ઘઉનુ વાવેતર કરવાનું હોઇ જેથી ત્યાં ગયા હતાં. નાની દિકરી સોળ વર્ષની જે ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હોઇ જેથી તે અભ્યાસ કરવા માટે ઘરે રોકાઇ હતી અને એકલી હતી. બપોરે બારેક વાગ્યે અમારા સગાનો ફોન આવેલો કે આપણા ગામમાં રહેતો મહેશ બાવાજી તમારી દિકરી ઘરમાં એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી ગયો હતો અને છેડતી કરી છે.
આથી હું અને મારા પતિ ઘરે પહોંચ્યા હતાં અને દિકરીને બનાવ અંગે પુછતા તેણીએ કહેલું કે હું ઘરે એકલી હતી ત્યારે આપણા ઘરની પાછળની દિવાલના બારણામાંથી મહેશ ઘરમાં ઘુસી ગયો હતો અને મારી પાસે બિભત્સ માંગણી કરી હતી. મેં ના પાડતાં મને ગાળો દીધી હતી અને અચાનક મારો હાથ પકડી પોતાની તરફ ખેંચી લીધી હતી અને મારા પર નિર્લજ્જ હુમલો કરતાં હું ગભરાઇ જતાં અને રાડો પાડવા માંડતા મહેશે મને ‘અવાજ કરમા નહિતર તને મારી નાખીશ' તેમ કહી ધમકી આપી હતી. એ દરમિયાન આપણા સગા અવાજ સાંભળી દોડી આવતાં મહેશ પાછળના દરવાજેથી દોડીને ભાગી ગયો હતો. પીઆઇ જે. એસ. ગામીતની રાહબરીમાં પીએસઆઇ એસ. એસ. જાડેજાએ ગુનો નોંધી આરોપીને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી. (
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
