<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

વિરપુરમાં પૂર્વ પત્‍નીની હત્‍યા કરનાર પતિ કાનજી જેલ હવાલે

પત્‍નીએ છૂટાછેડા લઇ અન્‍ય સાથે મૈત્રી કરાર કરતા પતાવી દિધી'તી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :.. વિરપુરમાં પૂર્વ પત્‍નીની હત્‍યા કરનાર પતિને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

મળતી વિગતો મુજબ તાલુકાના વિરપુર ગામે રહેતા હંસાબેન ધીરૂભાઇ ધરજીયા (જલારામનગર) (મુળ મોણપરી દેરડી)ની દીકરી અલ્‍પાબેન ઉર્ફે ક્રિષ્‍નાબેનના લગ્ન ૧૭ વર્ષ પહેલા વિરપુર ખાતે રહેતા કાનજી રાઘવજીભાઇ ગોહેલ સાથે થયેલ. થોડા દિવસો પહેલા કોઇ કારણોસર બન્ને ના છૂટાછેડા થયેલ જેથી અલ્‍પાબેન તેની બન્ને દીકરીઓ સાથે વિરપુરમાં જ ઓરડીમાં રહેતા લાગેલ અને તેણે નીલેશભાઇ કરશનભાઇ ધામેચા સાથે મૈત્રી કરાર કરી લીધેલ જેનો ખાર રાખી શનીવારના રોજ બપોરે ૧ વાગ્‍યાના અરસામાં કાનજી અલ્‍પાબેન ઘેર તા ત્‍યાં ઓરડીમાં ઘુસી તીક્ષ્ણ હથીયાર વડે આડેધડ ઘા ઝીંકી લોહી લોહાણ હાલતમાં મુકી નાસી છૂટેલ લોકોએ તેને પી. એમ. માટે વિરપુર સરકારી હોસ્‍પીટલ ખાતે ખસેડેલ વિરપુર પોલીસે અલ્‍પાબેનની માતા હંસાબેનની ફરીયાદ પરથી કાનજી રાઘવજીભાઇ ગોહેલ વિરુધ્‍ધ બી. એન. એસ. ૧૦૩ (૧) મુજબ ગુન્‍હો નોંધ પી. આઇ. એસ. પી. ગરચર સ્‍ટાફ સાથે કાર્યવાહી હાથ ધરી કાનજીને દબોચી લઇ જેલ હવાલે કરેલ હતો.

(1:55 PM IST)