News of Monday, 11th November 2024
ગિરનાર લીલી પરિક્રમામાં ર૪ર૭ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં: એસ.પી.હર્ષદ મહેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧ : પોલીસ હેડ ક્વાટર, જૂનાગઢ ખાતે ગીરનાર લીલી પરીક્રમાં સબબ પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવેલ. ત્યાર બાદ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા બંદોબસ્તને લગત અગત્યના જરૂરી સુચનો કરવામાં આવેલ છે. તેમજ પરીક્રમાં દરમ્યાન શુ - શુ પગલા લેવા તેમજ કઈ બાબતો ધ્યાને રાખવી તેની માહીતી આપવામાં આવેલ છે. સમગ્ર બંદોબસ્ત ૮ ઝોન માં વહેંચવામાં આવેલ છે. તેમજ ગીરનાર લીલી પરીક્રમાં બંદોબસ્તમાં અધિકારી શ્રી DYSP-૦૯, PI-૨૭, PSI-૯૨ સહીત કુલ - ૧૨૮ તથા પોલીસ કર્મચારી-૯૧૪ તથા હોમગાર્ડ સભ્ય-૫૦૦, જીઆરડી સભ્ય - ૮૮૫ સહીત કુલ - ૨૪૨૭ કર્મચારી તથા ૧-SRPF ની કંપની તથા ૧-SDRF ની કંપનીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
આ સાથે ગુનાઓ બનતા અટકાવવા ૧૩ ટીમ સર્વેલન્સ માટે રોઉન્ડ ધી કલોક તમામ ઝોન માં ટોટલ ૬૨ કર્મચારી સાથે ફરજ બજાવશે તથા મહિલા તથા વળધ્ધોની સુરક્ષા તથા સલામતી માટે SHE Team ની કુલ-૮ ટીમો સતત કાર્યરત રાખવામાં આવનાર છે. આ ઉપરાંત નેત્રમ શાખા દ્વારા ભવનાથ રુટ ઉપર તથા સિટી માં મળી કુલ -૪૨૧ કેમેરા તથા પરીવહન વાહન-૧, બેગેજ સ્કેનર-૧ દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવશે.
આ બંદોબસ્તમાં જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમ કે, બોડીવોર્ન કેમેરા - ૨૧૦, રસા - ૧૯, હાથબતી-૬૩, અગ્નિ સામક - ૪૯, વોકીટોકી - ૧૯૫, નાઇટ વિઝન બાયનોકયુલર - ૦૫, મેગા ફોન - ૨૮, વાયરલેસ સેટ -૪૦,HHMD-૧૦, રાવટી - ૪૭, ફ્લડ લાઇટ- ૧૩, ઇમરજન્સી લાઇટ-૧૮, ફર્સ્ટ એઇડ બોક્સ - ૪૧, લાઇટ બેટન - ૧૪૯ જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરેલ છે.
આ સાથોસાથ યુવાધનમાં વ્યાપ ફેલાતા ડ્રગ્સના દુષણને નાબુદ કરવા યુવાઓમાં જાગળતિ લાવવા ડ્રગ્સ અવરનેસ તથા સાયબર અવેરનેશના કુલ-૨૫૦ હોડશ્નગ્સ સમગ્ર ગીરનાર પરીકમા રૂટ પર લગાડવામાં આવેલ છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
