News of Monday, 11th November 2024
પોરબંદરના ર બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ : અમદાવાદ અને સુરત જેલ હવાલે

પોરબંદર, તા., ૧૧: ‘પાસા' વોરન્ટના આધારે દારૂના ગુન્હામાં ચના જીવાભાઇ રે. આદિત્યાણા અને લાબા મારૂ રે. પોરબંદરવાળાની પોલીસે ધરપકડો કરીને અનુક્રમે અમદાવાદ અને સુરત જેલ હવાલે મોકલી આપેલ છે.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઋતુ રાબા પોરબંદર શહેર તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરજીત મહેડુ પેરબંદર ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ, રાણાવાવ પો.સ્ટે. પ્રોહી કલમ. ૬પ (ઈ), ૧૧૬બી, ૯૮૨) મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ચના જીવાભાઈ ગુરગુટીયા, ઉવ.૪૨ રહે. આદિત્યાણા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી એન.એન.તળાવીયા, રાણાવાવ પો.સ્ટે. પોરબંદરનાઓએ પ.સા દરખાસ તૈયાર કરી પોરબંદર જીલ્લા. મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી. એસ.ડી.ધાનાણી દ્વારા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવર્ણ કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.
ઉદ્યોગનગર પોસ્ટે ગુ.ર.નં પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬પ(ઇ), ૧૧૬બી. ૯૮(૨).૮૧ મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી લાખા જીવાભાઇ મારૂ. ઉ.વ.૪૨, રહે.બોખીરા ક પોરબંદરવાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક સુચના મુજબ પો.ઇન્સ.શ્રી આર.એન.રાઠોડ ઉદ્યોગનગર પો.સ્ટેનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી. એસ.ડી.ધાનાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરત LCB I/C PI શ્રી આર.કે,કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે,
ઉદ્યોગનગર પો.સ્ટેના પો.ઇન્સ શ્રી આર.એન.શહેડ તથ. રાણાવાવ પો.સ્ટે ના પો.ઇન્સ શ્રી એન એન તળાવીયા તથા LCB ઇન્ચા. પો.ઇન્સ. શ્રી આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા,ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઈ માવદીયા, WASi રૂપલબેન લખધીર તથા HC વિપુલભાઇ ઝાલા હીમાંશુભાઇ મક્કા, પ્રો.કોન્સ નટવરભાઇ ઓડેદર, તથા રાણાવાવ પો.સ્ટેના એસ.આર.ઓડેદરા, રાયદેભાઇ ઓડેદરા, રણજીતભાઇ ડાંગર તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના રામસિંગભાઈ સોલંકી તથા રવી રૂઘાભાઇ ગાગડીયાનાઓ રોકાયેલ હતા
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
