<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

અમરેલીના યુવાન, બાબરા, શેખપીપરીયા અને ભાડેરના પ્રૌઢ સહિત ૪ ના આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧ : અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન કમોતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.અને જીલ્લામાં વધુ ચાર બનાવો પોલિસમાં જાહેર થયેલ. જેમાં અમરેલીમાં યુવાનનું,બાબરામાં પ્રૌઢનું,શેખપીપરીયામાં પ્રૌઢનું,ભાડેરમાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા મોત નિપજયા હતા

ડુબાણીયાપરા તકવા મસ્‍જિદ પાસે રહેતા અશરદભાઈ હાજીશા શાહમદાર ઉ.વ.૨૨ પોતાના ઘરે કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું હાજીશા હસનશા શાહમદારે અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ છે. બાબરામાં રહેતા અરવિંદભાઈ રામજીભાઈ મેવાડા ઉ.વ.૪૭ ને નશો કરવાની ટેવ હોય.જે એકાદ મહિનાથી મુકી દીધેલ.અને સુનમુન ઘરે બેસી રહેતા પોતાને મનમાં લાગી આવતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા ગોંડલ સુખવાલા હોસ્‍પિટલમાં  મોત નિપજયાનું હરેશભાઈ રામજીભાઈ મેવાડાએ જાહેર કરેલ છે. લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે જયસુખભાઈ વેલસીભાઈ સતાણીની ભાગવી રાખેલ વાડીએ રાજુભાઈ રામસિંગભાઈ ઉર્ફે કિશનભાઈ ભરડીયા ઉ.વ.૪૯ તેમના પત્‍નિને વાડીએ દવા છાંટવાનું કહીને ગયેલ હોય.અને ઝેરી દવાની અસર થતા  મોત નિપજયાનું કેલીબાઈ રાજુભાઈ ભરડીયાએ લાઠી પોલિસ મથકમાં જાહે૨ કરેલ છે. ચોથા બનાવમાં ધારી તાલુકાના ભાડેર ગામે રહેતા અશોકભાઈ નાજાભાઈ સાગઠીયા ઉ.વ. ૩૭ને બે મહિનાથી કોઈ કામધંધો મળતો નહોય. જેથી આર્થિક સંકડામણના કારણે કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું હંસાબેન નાજાભાઈ સાગઠીયાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

 સાવરકુંડલામાં મારામારી

સાવરકુંડલા પારેખવાડી પાછળ મેહુલભાઈ ચીમનભાઈ મકવાણા ઉ.વ.૨૯ તા.૭-૧૧ ના બપોરના સમયે મેહુલભાઈ તથા તેના પપ્‍પા ઘરે હાજર હોય. તે વખતે

તેમના પપ્‍પાએ કહેલ કે બહાર આપણી ગાડી પાસે કોઈ અજાણ્‍યો છોકરો ડોકા કાઢી જતો રહયો હતો. થોડીવાર બાદ મેહુલભાઈ તથા કપીલભાઈ મગનભાઈ

મકવાણા પાનના ગલ્લે ગયેલ.તે વખતે તેમની ગાડી પાસે અજાણ્‍યો છોકરો ઉભેલ હોય. અને તેની સાથે આરોપીઓ ઉભા હોય. કિરણ બાઘાભાઈ બલોલીયાએ

મેહુલભાઈને કહેલ કે તમે શું અમારા છોકરાની પાછળ પડયા છો.તમો શું અમારા છોકરાને ચોર સમજો છો ?જેથી મેહુલભાઈએ કહેલ કે અમે તો ખાલી છોકરાને

પુછવા ગયલ હતા. તેમ કહેતા સારૂ નહી લાગતા કિરણ બાઘાભાઈ બલોલીયા,નયનાબેન, મનસુખ તથા અજાણ્‍યા છોકરાએ ગાળો બોલી મેહુલભાઈને ડાબા પડખામાં અને હાથના કાંડા ઉપર તથા કપીલભાઈને આડેધડ ઢીકાપાટુંનો મુંઢમાર મારી વાળ ખેંચી વાસાના ભાગે છોલાણ કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાફરાબાદની યુવતિ ગુમ

જાફરાબાદ સામાકાંઠે રહેતી યુવતિ તા. ૨૭-૧૦ ના સવારના પોતાની માતા અને ભાભી સાથે ગામમાં ખરીદી કરવા આવેલ.અને બાદ ઘરે જવા એક રીક્ષામાં બેઠેલ.બાદ તેના માતાઅને તેનાવહુ સામાકાંઠા બાપાસીતારામના ઓટા પાસે ઉતરી ગયેલ.અનેયુવતિ રીક્ષામાં બેસી રહેલ.અને કહેલ કે હું સતારભાઈની કાઠીએ મજુરી કામ કરવા જાઉં છું તેવું કહી ગુમ થયાનું યુવતિની માતાએ જાફરાબાદ પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

મોબાઇલની ચોરી

મોટા સમઢીયાળા ગામે પોપટભાઈ સુતરીયાનીવાડીએમજુરીકામે ગયેલ રોમીલ ગોબરભાઈ દાફડાનો ઓપો કંપનીનો મોબાઈલ રૂ/. ૧૫,૦૦૦ ની કિંમતનો કોઈ ચોરી ગયાની ખાંભા પોલિસ મથકમાંફરિયાદ નોંધાવી છે.

(2:07 PM IST)