News of Monday, 11th November 2024
પોરબંદરના દરિયામાં ઉદ્યોગોનું ઝેરી પાણી છોડવા સરકાર પુનઃ વિચાર કરે
ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ સરકારને સૂચન કર્યુ કે જેતપુર સાડી ઉદ્યોગોનું પાણી દરિયામાં છોડવાને બદલે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનું શુધ્ધિકરણ કરીને આ પાણી ખેડૂતોને પુનઃ ઉપયોગ માટે આપવું જોઇએઃ દરિયામાં સતત કેમીકલ્સવાળુ પાણી ઠાલવવાથી જીવ સૃષ્ટી અને માછીમારોની રોજગારી ઉપર અસરનું જોખમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦: જેતપુર સાડી ઉધોગોના ઝેરી કેમીકલ્સ વાળુ પાણી પોરબંદરના દરિયામાં છોડવા તૈયારી કરી રહી છે. દરિયામાં પ્રદૂષણ પાણી છોડવાની દરિયાઇ જલસૃષ્ટિ નાશ તથા માછીમારોની રોજગારી ઉપર અસર થાય તેવું જોખમ ઉભુ થયું છે દરિયામાં ઝેરી પાણી છોડવાના સરકારના પ્રોજેકટરો ખારવા સમાજ ઉગ્ર/ વિરોધ કરી રહ્યા છે. તેવા સમયે. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ સરકારને સૂચન કરેલ છે કે ઉધોગો દરિયામાં ઝેરી પાણી છોડવા સરકારે પુનઃ વિચાર કરવાનું જણાવીને આ ઝેરી પાણી પોરબંદર દરિયામાં છોડવા ને બદલે જેતપુર પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન ઉભો કરીને ઉદ્યોગનું પ્રદુષિત પાણીનું શુધ્ધિકરણ કરીને આ પાણી પુનઃ ખેડૂતોને ઉપયોગ માટે આપવું જોઇએ
ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે કે અત્યાર સુધી ઉદ્યોગોનું ઝેરી પાણી નદી નાળામાં છોડવામાં આવતું હતું. જેને લીધે જેતપુર ધોરાજી ઉપલેટા અને જૂનાગઢ સુધી જમીનના તળ પ્રદૂષિણ થયા છે. આ વિસ્તારમાં મોટાભાગના ભૂતળના તળનું પાણી પીવા લાયક રહયું નથી.
પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગોનું પાણી છોડવા પાઇપ લાઇન પ્રોજેકટ માટે સરકાર ૬૩૭ કરોડનું ટેન્ડર બહાર પાડી ચુકી છે.
પોરબંદરના દરિયામાં ઝેરી પાણી છોડવાથી દરિયાની સંર્પૂણ જીવસૃષ્ટિી નાશ તથા માછીમારોની રોજગારી ભાંગી જાય તેવુ જોખમ છે. ઉધોગોને પ્રદૂષિત પાણી છોડવાને બદલે આ પાણીના શુધ્ધિકરણ માટે જેતપુર પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવીને પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી આ પાણીનો પુનઃ ઉપયોગ માટે ખેડૂતોને વેચવું જોઇએ જેના કારણે જેતપુરનો સાડી ઉધોગ પાણી બચી શકશે તેમ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ સરકારને સૂચનમાં જણાવ્યું છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
