<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચે મોરબીના યુવાને ૧૩.૭પ લાખ ગુમાવ્‍યા

(પ્રવિણ વ્‍યાસ  દ્વારા) મોરબી તા.૧૧ :શેરબજારમાં રોકાણના નામે આજનો માનવી બરબાદ થઇ રહ્યો છે  છતાં પણ લોભ લાલચમાં આવીને વધુ નફાની લાલચ આપી લાખો-કરોડો રૂપિયા ચીટરો ઓળવી જતા હોય છે ત્‍યારે વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે જેમાં રોકાણના નામે ૧૩.૭૫ લાખ રૂપિયા મેળવીને પરતના આવતા મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા શૈલેષભાઈ નારણભાઈ ઓઘવીયા  એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી (૧) વોટસએપનંબર ૮૭૫૫૩ ૩૮૩૯૭ (૨) મોબાઇલ નંબર ૯૭૫૨૦૪૯૫૪૪ કરણવીરધીલોન (૩) મોબાઇલ નંબર ૯૬૩૦૧૦૫૯૯૪ (૪) મોબાઇલ નંબર ૮૭૯૧૧૦૩૫૮૬ (૫) ઇન્‍ડુસન્‍ડ  બેંક એકાઉન્‍ટ ૨૫૮૬૯૬૫૬૧૮૯૦ (૬) ઇન્‍ડુસન્‍ડ  બેંક એકાઉન્‍ટ નંબર ૨૫૮૭૩૪૯૬૭૯૮૪ (૭)ઇન્‍ડુસન્‍ડ  બેંક  એકાઉન્‍ટ નંબર ૨૦૧૦૨૯૬૫૫૨૭૩ (૮)પંજાબ.નેશનલ બેંક એકાઉન્‍ટ નંબર  ૬૮૨૬૦૦૨૧૦૦૦૦૦૭૦૪ (૯)પંજાબ નેશનલ બેંક એકાઉન્‍ટ નંબર ૧૦૧૬૨૦૨૧૦૦૦૦૦૫૨૮ સહિતના એ શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટું નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને શૈલેષભાઈના કુલ રૂ.૧૩,૭૫,૦૦૦ જુદા જુદા બેંક એકાઉન્‍ટમાં આરોપીઓએ મેળવી લઇ ભરેલ નાણા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે 

(2:17 PM IST)