<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કાલે મુખ્‍યમંત્રી ગોંડલ આવતા હોય કલેકટર ગોંડલ દોડી ગયાઃ બપોર બાદ સરકીટ હાઉસ રીઝર્વ

સિવીલ હોસ્‍પીટલમાં અલાયદો વોર્ડ તૈયારઃ ખાસ રીહર્સલ યોજાયું

રાજકોટ તા. ૧૧: રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ બપોરે ૪ વાગ્‍યે ગાંધીનગરથી હેલીકોપ્‍ટર મારફત સીધા ગોંડલ આવી રહ્યા છે, તેઓ કુલ ત્રણ પ્રાયવેટ કાર્યક્રમ અર્થે ગોંડલ આવી રહ્યા હોય, પ્રોટોકોલ સંદર્ભે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી આજે સવારે ખાસ ગોંડલ દોડી ગયા હતા, અને તેમની ઉપસ્‍થિતિમાં ખાસ રીહર્સલ યોજાયું હતું. મુખ્‍યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે આજે સવારે ૧૧-૩૦ વાગ્‍યે વીસી યોજાઇ હતી, તે હવે બપોરે ર વાગ્‍યે યોજાનાર છે.

મુખ્‍યમંત્રી કાલે ભૂતપૂર્વ ધારાસભ્‍ય શ્રી જયરાજસિંહ જાડેજાને ત્‍યાં યોજાયેલ તુલસી વિવાહ પ્રસંગમાં, ગોંડલ પેલેસ ખાતે શ્રી હિમાંશુસિંહજીને ત્‍યાં તથા ગોંડલ પહેલા બનાવાયેલ મા જગદંબાના મંદિર રમાધામ ખાતે ખાસ હાજરી આપનાર છે, કલેકટરની સૂચના બાદ રાજકોટમાં સરકીટ હાઉસ બપોર પછી આવતીકાલ રાત સુધી ખાસ રીઝર્વ રહેશે, રાજકોટની સિવીલ હોસ્‍પીટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો છે, ગોંડલ ખાતે પણ સુરક્ષા-મેડીકલ સંદર્ભે તમામ પ્રકારના પગલા લેવાયા છે.

(4:22 PM IST)