<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

પૂર્વ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવ દીધો

સી.કે. ના નામે જાણીતા ચંદ્રપાલસિંહ કનકસિંહ જાડેજાની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ :  પૂર્વ કચ્છ પોલીસ મથકમાં એલઆઈબી શાખામાં ફરજ બજાવતા યુવાન પોલીસ હેડ કૉન્સ્ટેબલના આત્મહત્યાના બનાવે પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જ્યો છે. 

     સી.કે. ના નામે જાણીતા ૩૫ વર્ષીય પોલીસ જવાન ચંદ્રપાલસિંહ કનકસિંહ જાડેજાએ પોતાના ઘેર અંતરજાળ (ગાંધીધામ) મધ્યે ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. બે સંતાનોના પિતા આ પોલીસ જવાનની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 AM IST)