તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
ગધેથડ ગાયત્રી આશ્રમે પૂ. લાલબાપુના આર્શીવાદ લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહીતના આગેવાનો

ઉપલેટા : ગઈ કાલે પોરબંદર ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા એ ગધેથડ ગાયત્રી આશ્રમ ની મુલાકાત લઈ માતાજીના દર્શન કરી પૂ શ્રી લાલબાપુનું ફુલહારથી સ્વાગત કરી આર્શીવાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ઉદ્યોગપતિ હકુભા વાળા, ભાયાવદર રાજપુત સમાજના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે), જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, લાઠના સરપંચ પળથ્વીરાજસિંહ ચુડાસમા, જીજ્ઞનેશ ડેર, ક્ષત્રિય આગેવાનો વિક્રમસિંહ સોલંકી, જે કે વાળા, મહેન્દ્રસિંહ વાળા, વિજયસિંહ વાળા, હર્ષદસિંહ વાળા સહિતના આગેવાનો એ પણ પૂ. લાલબાપુના આર્શીવાદ લીધા હતા. (તસવીર : જગદીશ રાઠોડ,ઉપલેટા)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
