News of Tuesday, 12th November 2024
રવિવારે વાંકાનેર પાસે શ્રીરામધામમાં સોરાષ્ટ્ર-કચ્છ રઘુવંશી પરિવારનું સ્નેહમિલન
જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇઃ રઘુવંશી પરિવારમાં અનેરો થનગનાટઃ તૈયારીનો ધમધમાટ

(લિતેશ ચંદારાણ દ્વારા) વાંકાનેર તા.૧૨: ચોટીલા બાઉન્ડ્રી નજીક રઘુવંશી સમાજનું આસ્થાનું કેન્દ્ર અને નિર્માણધિન શ્રીરામધામ ખાતે તા.૧૦ને રવિવારના રોજ રાધામ સ્વપ્ન દ્રષ્ટા અને ગુજરાતના એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા શ્રીરામધામ ટ્રસ્ટ (જાલીડા)ના અધ્યક્ષસ્થાને સમગ્ર સોૈરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી પરિવારોની વિશેષ ઉપસ્થિીતીમાં મીટીંગ યોજાઇ હતી.
તા.૧૭ને રવિવારે શ્રી રામધામની પવિત્રદ્વારા પર સમસ્ત સોૈરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં વસવાટ કરતા તમામ રઘુવંશી પરિવારોનું એક અદભુત સ્નેહમિલનનું સુંદર આયોજનની ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા રામધામના પાયા પથ્થર સમા આગેવાન વિનુભાઇ કટારીયાએ ઘોંષણા કરતા ઉપસ્થિત તમામ રઘુવંશી ભાઇઓ-બહેનોએ આ ઘોષણાને તાળીઓના ગળગળાટથી વધારી હતી.
સ્નેહમિલનમાં ગોડલ રામજી મંદિરના ગાદિપતી પુજય જયરામદાસજી મહારાજ તેમજ કમીજલા ભાણસાહેબની જગ્યાના મહંતશ્રી પુજય જાનકીદાસબાપુ ખાસ ઉપસ્થિત રહી તમામ રઘુવંશી પરિવારોને આશિવર્ચન પાઠવશે તો આ દિવ્ય અવસરે તમામ રઘુવંશી પરિવારો અવશ્ય ઉપસ્થિત રહેવા વિનુભાઇ કટારીયા તથા રાજકોટ જીલ્લા ભાજપ તથા શ્રીરામધામ મહીલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી તથા ભાવનાબેન મીરાણીએ હાકલ કરી છે.
આજની આ મીટીંગમાં ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, ભીખાલાલ પાઉં (ટ્રસ્ટી-રાજકોટ), જગદીશભાઇ સેતા, પરેશભાઇ કાનાબાર, આનંદભાઇ સેતા(મોરબી), સોનલબેન વસાણી-જસદણ, વિશાલભાઇ સોઢા -અમરેલી, નવિનભાઇ પુજારા, મુકેશભાઇ ખખ્ખર, કમલેશભાઇ ઠકકર-ગાંધીનગર, નિલેશભાઇ ખખ્ખર, ભાવનાબેન મિરાણી, ભાવનાબેન જોબનપુત્રા, રૂપલબેન સુચક, ભાવિનભાઇ સેજપાલ, ગોપાલભાઇ કટારીયા-ટંકારા, ચાર્મીબેન સેજપાલ, ચોટાઇભાઇ-જેતપુર, કપીલભાઇ નથવાણી-રાજકોટ, જાગૃતિબેન ખીમાણી, રશ્મીબેન કોટક, પુનિતાબેન સોમાણી, પ્રતિભાબેન કટારીયા, શારદાબેન કાનાબાર, પુનિતાબેન ગોવાણી-સુ.નગર, વાંકાનેર લોહાણા મહાજનપ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, રાજભાઇ સોમાણી, અમિત સેજપાલ, આર્ટીટેક હષીતભાઇ સોમાણી સહીત સમગ્ર સોૈરાષ્ટ્ર-ગુજરાત રઘુવંશી પરિવારો ઉપસ્થિત રહયા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
