News of Tuesday, 12th November 2024
મોરબીના લીલાપરના કાર ચાલકનું મોત
હળવદ નજીક આઇસર-એકટીવા વચ્ચે અકસ્માત ચૌહાણ પરિવાર માંડવામાં જતો'તો

હળવદ,તા.૧૨ : મોરબીના લીલાપર ગામના ચૌહાણ પરિવાર તેઓના ગામથી અર્ટીગા કાર લઈને ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતા હતા ત્યારે રાત્રિના સમયે હળવદના કડીયાણા ગામ પાસે થી પસાર થતા મોરબી રોડ પર આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર અમિતભાઈ કાનજીભાઈ ચૌહાણ ઉંમર-૩૫નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પત્ની પુજાબેન ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ અને બાદમાં મોરબી ખસેડવામાં આવ્યા છે તેમજ અમિતભાઈની દિકરી તન્વી અને દીકરા ધ્રુવ પણ ઇજાગ્રસ્ત થયા હોય જેથી તેઓને પણ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
