<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વાંકાનેર પ્રોહીબીશનના ગુન્‍હામાં નાસતા ફરતા બે ચોરોને પકડયા

મોરબી પેરોલ ફર્લો સ્‍કવોડે વાંકાનેર બાઉન્‍ડ્રી પાસેથી દબોચીયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ તા. ૧ર વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા બે ઇસમોને મોરબી પેરોલ ફર્લો સ્‍કવોડ ટીમે ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ હેમંત ગુલાબદાસભાઇ મૈસુર્યા (ઉ.વ.૪૪) અને વિનીત ભરતભાઇ મૈસુર્યા (ઉ.વ.રર) એમ બે ઇસમોને વાંકાનેર બાઉન્‍ડ્રી પાસેથી ઝડપી લઇને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્‍યા છે.

(11:45 AM IST)