<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ગોંડલ માર્કેટીંગ યાર્ડમા ડુંગળીના ૧ લાખ કટ્ટાની બંપર આવક

૨૦ કિ.ગ્રાના ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીના બજાર ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ : પુષ્કળ આવક થતાં હાલ આવક બંધ કરવામાં આવી

ગોંડલ તા.૧૨ : ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ની બમ્પર આવક થઈ હતી. આશરે એક લાખ થી પણ વધુ કટ્ટા ની આવક થતા યાર્ડ ડુંગળી ની ઉભરાઈ આવ્યુ હતુ. 

હરરાજી દરમિયાન ખેડુતો ને ૨૦ કિગ્રા ના ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીના બજાર ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ જૉવા મળ્યા.  માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડમાં રાજસ્થાન કણાટર્ક મધ્ય પ્રદેશ સહીત અનેક રાજ્યના વેપારીઓ ડુંગળી ની ખરીદી માટે આવેલ છે તેમજ ડુંગળી ની પુષ્કળ આવક થતાં હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:34 PM IST)