<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

આજે મધરાતે ગિરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય એ પહેલાં ૧.૨૦ લાખ ભાવિકો પરત આવવા રવાના

યાત્રિકોના વહેલા આગમનના પરિણામે અગિયારસની રાત્રિના શરૂ થતી પરકમ્‍માની પરંપરા ભૂલાઈ : નળ પાણીની ઘોડી વટાવી બોરદેવી પહોંચેલા અને વિધિવત પરિક્રમા શરૂ કરવાની તૈયારી કરતા ભાવિકોને લઈ ભવનાથમાં ભીડ

જુનાગઢઃ જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરની વહેલી સવારની આરતી અને પરિક્રમા દરમ્‍યાન ભાવિકોની ભડી નજરે પડી રહી છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)(૨.૨૦)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨:  આજે મધરાતે ગિરનાર પરિક્રમાનો વિધિવત ઙ્કારંભ થાય એ પહેલાં ૧.૨૦ લાખ ભાવિકો પરત આવવા રવાના સુઈ ગયા હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું.

બીજી તરફ નળ પાણીની ઘોડી વટાવી  બોરદેવી પહોંચેલા અને વિધિવત પરિક્રમા શરૂ કરવાની તૈયારી કરતા ભાવિકોને લઈ ભવનાથમાં ભીડ જામી હતી.

આજે દેવ ઉઠી અગિયારસની મધ્‍યરાત્રીએ ગરવા ગિરનાર ફરતે વિધિવત પરિક્રમાનો ઙ્કારંભ થાય તે પહેલા સોમવારની સવારે છ વાગ્‍યે વન વિભાગએ અગાઉની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેને ધ્‍યાને લઈ મુખ્‍ય પ્રવેશ દ્વાર ખુલ્લો મુકવામાં આવતા ૪૨ કલાક અગાઉ શરૂ થયેલી પાવનકારી પરિક્રમામાં આજે સવારની સ્‍થિતિએ ચાર લાખથી વધુ યાત્રિકો પુણ્‍યનું ભાથું બાંધવા માટે ઉમટી પડ્‍યા છે.

ભોજન, ભોજન અને ભક્‍તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની પરિક્રમા શરૂ થઈ જતા ગિરનાર જંગલનું વાતાવરણ ધર્મમય બની ગયું છે. પરિક્રમા જોડાવા માટે રવિવારથી જ મોટી સંખ્‍યામાં યાત્રિકોએ ભવનાથ તળેટી અને આસપાસના વિસ્‍તારોમાં પડાવ નાખ્‍યો હતો. અને પ્રવેશ દ્વાર ખોલવા માગણી કરી હતી.

ગત વર્ષે પરિક્રમા દરમિયાન જંગલમાં બાળકીને દીપડાએ ફાડી ખાધાની ઘટના બની હતી અને નળ પાણીની ગોળી એ મોટી સંખ્‍યામાં ભીડ એકત્ર થઈ જવાથી દુર્ઘટના સર્જાતા સહેજમા ટળી હતી. આ વર્ષે તમામ ઘટનાઓમાંથી બોધપાઠ લઈ તંત્રએ પરિક્રમા વિધિવત પ્રારંભ અગાઉ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે આગોતરી પરિક્રમા શરૂ થઈ જતા અગિયારસની રાત્રિના બંદૂકના ભડાકા સાથે જય ગિરનારી ના નાદ સાથે શરૂ થતી લીલી પરિક્રમાની પરંપરા વિસરાઈ છે. પૌરાણિક પરંપરા મુજબ કુલ ૩૬ કિલોમીટરના અંતરમાં જીણાબાવાની મઢીએ ઙ્કથમ રાત્રિ રોકાણ, બાદમાં બીજું રાત્રી રોકાણ માળવેલા ખાતે કર્યા બાદ પરિક્રમાનું ત્રીજુ રાત્રી રોકાણ બોરદેવી ખાતે કર્યા પછી ભવનાથ ખાતે પહોંચવાનું હોય છે. પરંતુ હવે તો યાત્રિકો બે દિવસમાં તો કોઈ એક જ દિવસમાં પણ પરિક્રમા પૂર્ણ કરી રવાના થઈ જાય છે.

(1:00 PM IST)