<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

કાલાવાડમાં વિહિપના અધ્‍યક્ષ ઉપરના હુમલાનાં વિરોધમાં મોૈનરેલીઃ મામલતદારને આવેદન

પોલીસ દ્વારા કોઇ પગલા ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

(હર્ષલ ખંધેડીયા દ્વારા) નવાગામ તા.૧૨: જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રખંડ અધ્‍યક્ષ રમેશભાઈ દોંગા અને તેના ભાઈ પર વાહન અથડાવા બાબતે બોલાચાલી કરી રૂપિયા ૨૦,૦૦૦ ની  માંગણી ઉપરાંત વિધર્મીઓ દ્વારા રૂપિયા ૩,૦૦૦ ની લૂંટ કરી રસ્‍તે આંતરી માર મારવાના ઘેરા પડ્‍યા છે. VHP ના પ્રમુખ રમેશભાઈ દોગા અને હસમુખભાઈ પર શહેરમાં સિનેમા રોડ પર બેક ઓફ બરોડા પાસે હીંચકારી ભર્યો હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. બને ભાઈઓ ને ગંભીર ઇજા થતાં જામનગર ની જી.જી.હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. શહેર વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ પર થયેલા હુમલાની ખૂબ મોટા પડધા પડ્‍યા છે. વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલ લીમડા ચોક ખાતેથી હિન્‍દુ પરિષદની આગેવાનીમાં સ્‍થાનિક હિન્‍દુ સંગઠનોએ મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી. આ રેલી મોટી સંખ્‍યામાં હિન્‍દૂ સમાજ ના મોટી સંખ્‍યામાં ભાઈ બહેન જોડાયા. RSS ના વરિષ્ઠ આગેવાન ભાનુભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા અને આ ઘટના ને શખ્‍સ શબ્‍દો માં વખોડી.હિન્‍દૂ સમાજ ના આગેવાનો કઈ મામલતદાર તન્‍વી ત્રિવેદીને મુખ્‍યમંત્રીને સંબોધાયેલું આવેદનપત્ર સુપ્રત કરી આરોપીઓને ઝડપી ગેરકાયદેસર પ્રવળતિઓ થતી અટકાવી અને વિધર્મી ઓના ત્રાસથી મુક્‍તિ અપાવવા રજૂઆત કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા કોઈ પગલાં નહિ લેવામાં આવે છે ઉગ્રહ આંદોલન કરવાની પણ જિલ્લા VHPના અધ્‍યક્ષ દ્વારા હુકાર કરવામાં આવ્‍યો છે.તેમ રમેશભાઈ તારપરા VHP જિલ્લા અધ્‍યક્ષ જેન્‍તીભાઈ કમાણી કાલાવડ VHP આગેવાનએ જણાવ્‍યું છે.

(1:06 PM IST)