<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ખંભાળીયાના આરાધનાધામ પાસે હાઇવે ઉપર ડીમોલેશનઃ ૧૭ હોટલ-દુકાનોની જગ્‍યા ખુલ્લી કરાઇ

ખંભાળીયા તા. ૧રઃ નેશનલ હાઇવે પર આરાધના ધામ પાસે આવેલ હોટલો તથા દુકાનો પર ગઇકાલે સવાર થી સાંજ સુધી મેગા ડીમોલેશન તંત્ર ... કરીને પોણા બે કરોડની જગ્‍યા ખાલી કરાવાતા માટે તંત્ર જાગી હતી.

દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડયા તથા ડેપ્‍યુટી કલેકટર કે.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ મામલતદાર વિક્રમ વરૂ દ્વારા તેમના સ્‍ટાફ સાથે પોલીસ બંદોબસ્‍ત સાથે મેગા ડીમોલેશન કરીને ચાર જેટલી હોટલો તથા ૧૩ દુકાનોને જમીન દોસ્‍ત કરીને સરકારની કિંમતી જગ્‍યા ખાલી કરાવી હતી.

કોર્ટમાં દબાણકર્તાઓ ગયા હતા

નવ જેટલા આસામીઓ કે જેમણે નેશનલ હાઇવે પર કિંમતી જમીનો પર દબાણ કર્યુ હતું તેમને નોટીસો આપવામાં આવી હતી ત્‍યારે કેટલાક આસામીએ ગેરકાયદે રીતે તેમનાં આસામી જગ્‍યાથી કબજો હોવા છતાં કોર્ટમાંથી મનાઇહુકમ લેવા પ્રયત્‍નો કયાં હતા પણ તેમાં તેઓ નિષ્‍ફળ ગયા હતા.

(1:05 PM IST)