તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
મોરબીના પંચાસર રોડ ઉપર માટી ચોરી ઝડપી લેતુ ખાણખનીજ વિભાગઃ મશીન-૩ ડમ્પર પકડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૨:.. :મોરબી નજીક પંચાસર રોડ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા માટીના ખનન ઉપર ખાણ ખનીજ વિભાગે ત્રાટકીને એક એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર પકડી પાડી તાલુકા પોલીસને સોંપી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ભૂસ્તરશાષાીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરી મયુર ડેરીની સામેના ભાગે, પંચાસર રોડ ઉપર માટીનું ગેર કાયદેસર ખનન પકડી પાડવામાં આવ્યું છે. તપાસ દરમિયાન સાદી માટી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ આર-૨૧૦-૭ સીરીયલ નંબર એન.-૬૦૧ડીઓ.-૪૩૭૪ જેના માલીક તથા ખોદકામ કરાવનાર ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી રે. પંચાસર , તા. મોરબી દ્વારા કરાવતા હોવાનું માલુમ પડ્યું હતું.
વધુમાં આ સ્થળે સાદી માટી ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર અનુક્રમે (૧) જીજે-૩૬-સ્-૧૮૧૬ (૨) જીજ-૩૬-સ્-૧૩૧૯ એએનઇ(૩) જીજ૩૬-એકસ-૭૨૧૬ ને સ્થળેથી પકડી સીઝ કરી આ તમામ મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
