<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ધોરાજીના ડેપ્‍યુટી કલેક્‍ટર લીખીયાની ગાંધીનગર બદલી

નવા ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે ગીર સોમનાથના તરખાલાની નિમણૂંક

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૧રઃ ધોરાજીના ડેપ્‍યુટી કલેક્‍ટર અને નગરપાલિકાના વહીવટદાર તરીકે છેલ્લા ઘણા સમયથી  રહેલા જયેશ લીખીયા ની અંતે રાજ્‍ય સરકારના મહેસુલ વિભાગે બદલી નો ઘાણવો કાઢતા  ડીસી ઓફિસ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે

નગરપાલિકામાં આવશ્‍યક ગણાતી સેવાઓ પણ નિષ્‍ફળ ગઈ હતી લોકોનો ભારે વિવાદ રોજ જોવા મળતો હતો અવારનવાર લોકો નો તેમજ  વિરોધ પક્ષ પાર્ટીઓ પણ વિરોધ કરતી હતી તેમજ  ખેડૂતોના કામમાં પણ ઘણી બધી મુશ્‍કેલી તેમજ આમ જનતાના કામમાં પણ ઘણી બધી મુશ્‍કેલી અને ફરિયાદો સાંભળવા મળતી હતી.

જ્‍યારે ધોરાજીમાં ડેપ્‍યુટી કલેકટર ની ખાલી જગ્‍યાએ ગિર સોમનાથના ડેપ્‍યુટી ટીડીઓ નાગાજણ માલદેભાઈ તરખાલા ની નિમણૂક કરવામાં આવી છે.

(2:09 PM IST)