<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ધોરાજીમાં DYSP કચેરીની મંજૂરી

નવા આઇપીએસ અધિકારી તરીકે સિમરન ભારદ્વાજ

 ધોરાજી, તા., ૧રઃ ગુજરાત સરકારે તાત્‍કાલિક અસરથી રાજ્‍યના ગ્રહ વિભાગે ગુજરાત કેડરના આઠ નવા આઇપીએસ અધિકારીને ગઈકાલે પોસ્‍ટિંગ આપતા ધોરાજી પોલીસ સ્‍ટેશનમાં નવા આઈપીએસ અધિકારી તરીકે સિમરન ભારદ્વાજ નીનિમણૂક કરતા અસામાજિક તત્‍વોમાં ફફડાટ છવાયો હતો

રાજ્‍ય સરકારે ગુજરાતમાં નવા ૮ આઈપીએસ અધિકારીની પોસ્‍ટિંગ કરતા જેમાં ધોરાજી ડિવિઝન તરીકે મંજૂરી આપતા હવેથી ધોરાજી શહેરમાં કાયમી માટે ડીવાયએસપી ઓફિસ કાર્યરત થશે.

રાજ્‍યના તાત્‍કાલિક મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્‍યમાં જે વિસ્‍તારમાં સીપીઆઈ ઓફિસ છે તે સીપીઆઈ ઓફિસ સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની જરૂરિયાત ન હોય તે નાબૂદ કરીને તેની જગ્‍યાએ DYSP ઓફિસ તરીકે જાહેરાત કરી હતી જે વર્ષો બાદ એ જાહેરાતનો અમલ ગુજરાત સરકારે કર્યો હતો.

ધોરાજીમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્‍યવસ્‍થા કથળી ગઈ હતી અસામાજિક તત્‍વોનો ત્રાસ પણ વધી ગયો હતો તેમજ અનેક સ્‍થાનો ઉપર દારૂના અડ્ડા જોવા મળતા હતા તેમજ ચોરીના બનાવો પણ વધતા હતા.  કેટલાય સ્‍થાનો ઉપર વાહન ચોરીના બનાવો મોટરસાયકલ ચોરીના બનાવો પણ જોવા મળ્‍યા છે અને શહેરમાં કાયદો વ્‍યવસ્‍થાને કોઈ ગંભીરતા જોવા મળતી ન હતી અને ટ્રાફિક સમસ્‍યા પણ  મોટી હતી ધોરાજીના લોકોને સહન કરવી પડતી હતી જે હવે  વિભાગે તાત્‍કાલિક અસરથી ધોરાજી શહેર માટે ગુજરાત કેડરના નવા આઇપીએસ અધિકારી તરીકે સિમરન ભારદ્વાજ ની નિમણૂક કરતા હવેથી ધોરાજી શહેરમાં પોલીસ સ્‍ટેશન ખાતે નવી બનેલી સીપીઆઈ કચેરીમાં જ નવા DYSP તરીકેની કાયમી કચેરી કાર્યરત થશે

ધોરાજી ડિવિઝન નીચે ધોરાજી શહેર ધોરાજી તાલુકો જામકડોરણા તાલુકો ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો ભાયાવદર પાનેલી અને પાટણવાવ પોલીસ સ્‍ટેશન એમની નીચે આવશે

કાયદો અને વ્‍યવસ્‍થા બાબતે હવે ધોરાજીના લોકોને રાજકોટ સુધી ધક્કા ખાવાનહી પડે ઘર આંગણે જ નવી ડીવાયએસપી ઓફિસ મળતા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ ધોરાજીના વેપાર ઉદ્યોગ મહામંડલના પ્રમુખ લલીતભાઈ વોરા જિલ્લા સહકારી અગ્રણી જે.ડી બાલધા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળા ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા ધોરાજી સમસ્‍ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અનિલભાઈ વાછાણી ધોરાજી શહેર અને તાલુકાના આગેવાનોએ નવી નિમણૂકને આવકારેલી હતી.

(1:34 PM IST)