<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મૂકત ગુજરાત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ

રોજે રોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ , આયુર્વેદિક જાણકારી, ઉપચાર આપવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મૂકત ગુજરાત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ તારીખ : ૧૪/૧૧/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ (દિવસ-૧૫) સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ કોમ્પલેક્ષ બિલ્ડિંગ,જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે યોજાશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પમાં ભાગ લેવા તમામ ડાયાબિટીસ દર્દીઓને આમંત્રણ પાઠવાયુ છે.વહેલા તે પહેલા ના ધોરણે ફ્કત ૧૦૦ વ્યક્તિઓને સમાવિષ્ઠ કરવામાં આવનાર છે.

 કેમ્પ માં ભાગ લેનારએ નિયમિત સમયસર રોજે રોજ જોડાવાનું રહેશે..જો નિયમિત હાજર રહી ન શકાય તેમ હોય તેઓએ રજીસ્ટ્રેશન ન કરાવવુ. કેમ્પ માં ભાગ લેનાર પાસે થી ટોકન ચાર્જ 100 રૂપિયા લેવામાં આવશે કેમ્પ માં મેડિકલ ટીમ દ્વારા નિઃશુલ્ક નિરીક્ષણ થશે.

    રોજે રોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ , આયુર્વેદિક જાણકારી, ઉપચાર આપવામાં આવશે. ૧૫ દિન ના કેમ્પ દરમ્યાન Result Oriented કાર્ય કરવામાં આવશે..જેથી ..ડાયાબિટીસ ના દર્દીઓ ને રોગ માં રાહત જણાશે.રજીસ્ટ્રેશન માટે અંતિમ તારીખ : ૧૩/૧૧/૨૦૨૪સંપર્ક:જામનગર જિલ્લા કૉર્ડિનેટર

હર્ષિદા ભદ્રા:૯૮૨૪૫૬૫૦૩૭

 

Registration Link : https://forms.gle/8RecmopcaqgcsCrZ9


 

(4:17 PM IST)