તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
લીલી પરિક્રમા રુટ પર પાણી માટે ભટકવું નહિ પડે : 22 જગ્યાએ ક્લોરિનેટેડ પીવાનું પાણી મળી રહેશે
ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં વધારો

જૂનાગઢ :ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. લીલી પરિક્રમા રુટ પર યાત્રિકો માટે ક્લોરિનેટેડ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમા રુટ પર 22 પીવાના પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. પીવાના પાણીની વ્યવસ્થા માટે 45 ટાંકીઓ ગોઠવવામાં આવી છે
યાત્રિકોને ક્લોરિનેટેડ પીવાનું પાણી મળી તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણીની સુવિધા ઝીણા બાવાની મઢી વિસ્તારમાં ઈટવાયાની ઘોડી, ઝીણાબાવાની મઢી ત્રણ રસ્તા, મઢી જતા રસ્તાની જમણી બાજુ, મઢી જતા રસ્તાની ડાબી બાજુ, સૂરજકુંડ સુકનાળા વિસ્તારમાં સૂરજ કુંડ અને સુકનાળા, નળપાણીની ઘોડીથી બળદેવી વિસ્તારમાં નળ પાણીની ઘોડી પાસે, ફોરેસ્ટ ક્વાર્ટર પાસે, બોરદેવી ત્રણ રસ્તા પાસે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બોરદેવી મંદિરના કુવા પાસે, બોરદેવી મંદિરની દક્ષિણે ખોડીયારના રસ્તે, મંદિર પાછળ જુના કુવા પાસે ઉપરાંત ઝીણા બાવા મઢીથી ૫૦૦ મીટર દૂર માળવેલા ઘોડી તરફના રસ્તે, મઢીથી જતા કાળકાના વડલા પહેલા આશરે 500 મીટર અને ઈટવાયાની ઘોડીથી ત્રણ રસ્તા જતા બાપા સીતારામ અન્ન ક્ષેત્ર પાસે પીવાના પાણીના પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
નળ પાણીની ઘોડીથી ભવનાથ વિસ્તાર સુધીમાં નળ પાણીની ઘોડી ઉતરીને આશરે 500 મીટર દૂર, નળપાણીની જગ્યા, બળદેવી મંદિર પહેલા, બળદેવી ત્રણ રસ્તાથી ભવનાથ તરફ જતા રાતડાની જગ્યા પાસે અને બોરદેવી ત્રણ રસ્તાથી ભવનાથ તરફ જતા દૂધવનની જગ્યા અને નળ પાણીની ઘોડી ઉતરીને આશરે 200 મીટર ખાતે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
