News of Wednesday, 13th November 2024
પાલીતાણામાં ગિરિગુણ વરસાવાસ-જાલોરી ભવનમાં દીક્ષાનું મુહૂર્ત અપાયુ : કુમારી સ્લાચીબેન બનશે શ્રમણી રચના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : પાલીતાણા-જાલોરી કલ્યાણ ભવનમાં ગિરિગુણવર્ષાવાસનાં ઉપક્રમે ચાર્તુમાસ, પર્યુષણ મહાપર્વ, ઉપધાનની આરાધના ખુબ જ પ્રભાવક રીતે થઈ છે. હાલ ઉપધાન તપમાં ૮૨૫ જેટલા આરાધકો અપ્રતિમ એલોર્ટ આરાધના કરી રહેલા છે. જેમાં ૧૫૦ જેટલા નાની ઉમરના બાળક-બાલીકાઓ પણ છે.
છેલ્લા મહીનાથી પાલીતાણામાં સખત વાઈરલ ફલ્યુ, ડેન્ગ્યુ અને ચિકનગુનીયાનો તાવ ફેલાયો, જેની અસર ૨૦૦ જેટલા ઉપધાન આરાધકોને પણ થઈ પરંતુ આદિનાથ દાદાના શરણે અને સુરી રામચંદ્રના ભરોસે બધાએ મન મકકમ કરી ઉપસર્ગ સહન કરી ભારે કર્મો ખપાવ્યા છે.
ગિરિગુણવર્ષાવાસમાં આજસુધી ૨૧ પુણ્યાત્માઓને દીક્ષા માટેના મંગલ મુહૂર્તે આચાર્ય શ્રી કીર્તીયશસુરીસ્વરજી મહારાજે આપ્યા છે. એમાંથી ૨૦ મુમુક્ષુની દીક્ષા પાલીતાણામાં જ જુદા જુદા ચાર દીક્ષા અવસરમાં થશે.
આ જ શ્રેણીમાં અમદાવાદ-સાબરમતીનાં પુખરાજ રાયચંદ બેડાવાલા પરીવારની નવજુવાન પૌત્રી કુમારી સ્લાચીબેન વિજયભાઈને આચાર્યશ્રી ચૈત્ર વદ ૧૧ ના રોજ દીક્ષાનુ મુહુર્ત અપાયુ હતુ.
આ યુવતી હાયર-એજયુકેટેડ છે. અને સંપન્ન પરીવારમાંથી આવેલ છે. માતા-પિતાની એકમેવ પુત્રી હોવા છતાં ધર્મ ભાવનાથી તેમણે દીક્ષાની સંમતિ આપેલ છે. આજે એ પરિવાર મોટી સંખ્યામાં પાલીતાણામાં આવ્યો હતો અને દરેક ગુરુભગવંતની ભક્તિનો લાભ પણ મેળવ્યો હતો.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
